સાંસદ પૂનમબેન માડમની રજૂઆતોને મળી સફળતા
જામનગર મોર્નિંગ - ખંભાળિયા
કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સુખાકારી સાથે સુખ સુવિધાને પણ પ્રાધાન્ય આપી, વિવિઘ પગલાંઓ લેવામાં આવે છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ માટે અહીંના સાંસદ પૂનમબેન માડમ પણ ખુબ જ સક્રિય છે.હાલારના સાંસદ પૂનમબેન માડમની રજૂઆતોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ખંભાળિયા સહિત બંને જિલ્લાઓના રેલવે સ્ટેશનને વધુ સુવિધારૂપ બનાવવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત ખંભાળિયા ઉપરાંત જામનગર, હાપા, જામજોધપુર, જામ વંથલી, કાનાલુસ, ભાણવડ, દ્વારકા અને ઓખા મળી કુલ નવ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. સરકારના આ પ્રજાલક્ષી અભિગમને લોકોએ આવકારી, આભારની લાગણી વ્યક્ત કરી છે.
0 Comments
Post a Comment