સિક્કા પાટીયા પાસે ગાડી પાર્ક કરવા બાબતે ઝગડો 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં જૂની અદાવતના કારણે યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો જયારે સિક્કા પાટીયા પાસે ગાડી પાર્ક કરી ઉભેલા યુવાન પર પંપ માલીક સહિત અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

મળતી વિગત મુજબ જામનગરના ખોજા ગેઇટ વિસ્તારમાં જૂની અદાવતના કારણે રવિવારે બપોરે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતી. જેમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા યાસીન ઇનાયતભાઈ કુરેશી નામના 30 વર્ષના યુવાને જુની અદાવતનો ખાર રાખીને પોતાના ઉપર લોખંડ અને પ્લાસ્ટિકના પાઈપ પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા હાજી સુલતાન સુમરા, અબ્દુલ, મુસ્તાક, અને કાળો નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

જયારે સિક્કા પાટીયા પાસે એક ચાની હોટલ પાસે ગાડી પાર્ક કરીને ઉભેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જાફરભાઈ યુસુફભાઇ સાથે પાર્ક કરવા બાબતે મોગલ પેટ્રોલ પંપ વાળા મહેશભાઈ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું પોલીસ મથકમાં જાહેર થયું છે, જ્યારે યુવાનને હાથમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.