બે મહિના પહેલા બે દુકાનમાં ચોરી આચરી હોવાની કબૂલાત 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના હરિયા કોલેજ વાળા રોડ પર આવેલ સરદારનગરમાં પિતાની હત્યા નિપજાવી નાશી છૂટેલા શખ્સને એલસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના બાવળા પાસેથી ઝપડી લઈ પુછપરછ હાથ ધરતા એક મહિના પહેલા ગોકુલનગરમાં બે દુકાનમાં ચોરી આચરી હોવાની પણ કબુલાત આપી હતી. 

મળતી વિગત મુજબ જામનગરના ગોકુલનગર નજીક સરદારનગરમાં રહેતા શંકરદાસ બાવાજી નામના બંગાળી વૃધ્ધનું રવિવારે તેના દીકરા સુનિલદાસે હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે હત્યારા પુત્રની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, દોલતસિંહ જાડેજા અને દિલીપભાઈ તલાવડીયાને બાતમી મળી હતી કે પિતાની હત્યા નિપજાવી સુનિલદાસ જામનગરથી પાલનપુર જતી બસમાં જતો હોય તે બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના બાવળા ખાતેથી હત્યારા પુત્રને ઝડપી લઈ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો.

બાદમાં તેની પુછપરછ હાથ ધરતા હત્યારા સુનીલદાસે ગોકુલનગર વિસ્તારમાં એક મહિના પહેલા બે દુકાનના શટરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો અને આ આરોપી 2018ની સાલમાં પણ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો હતો. 

પુત્ર સુનિલદાસ ચોરી કરવાની ટેવ વાળો હોય અને અવારનવાર પિતા ઠપકો આપતા હતો તેથી પિતા સાથે બોલાચાલી થઇ હતી અને શનિવારે રાત્રે પિતા જયારે સુવા ગયા ત્યારે તેઓ ખાટલા પર નિદ્રાધીન હતા ત્યારે ખાટલા વડે બાંધી ગળેફાંસો દઈ હત્યા નિપજાવી હતી. 


આ કાર્યવાહી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, સીટી સી ડિવિઝન પીઆઈ પી.એલ. વાઘેલા, એલસીબી પીએસઆઈ એસ.પી.ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, દિલીપભાઈ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, નાનજીભાઈ પટેલ, હરદીપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલસરા તથા સીટી સી ડિવિઝનના રાજનભાઈ કનોજીયા, મગનભાઈ ચંદ્રપાલ, સર્વેલન્સ સ્કોડના ફેજલભાઈ ચાવડા, વિપુલભાઈ સોનગરા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, જાવેદભાઈ વજગોળ, ખીમજીભાઈ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.