જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


મૌલાના મહંમદ સાજીદ રસીદી દ્વારા તાજેતરમાં એક ટીવી ચેનલના ડીબેટમાં હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક એવા સોમનાથમાં આવેલ મહાદેવની પ્રથમ જ્યોતિર્લિંગ વિષે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા તેનો વિરોધ કરવા તથા ભવિષ્યમાં આવી અયોગ્ય ટીપ્પણી કરતા બંધ થાય તેમજ આ પ્રકારના હિન્દુ વિરોધી ભડકાવનારા ભાષણ કરવા બદલ એને સજા થાય તે હેતુથી ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયા દ્વારા અહીંની પોલીસને ફરિયાદ અરજીનો પત્ર આપવામાં આવ્યો હતો.

      જેમાં ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયાના પ્રમુખ કિરણબેન સરપદડીયા, જિલ્લા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, કોષાધ્યક્ષ ભમબાપુ, તાલુકાના મંત્રી મિલનભાઈ વારીયા, સહમંત્રી વિજયભાઈ કટારીયા, પપ્પુભાઈ જોષી, એડવોકેટ ફાલ્ગુનીબેન વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણસિંહ કંચવા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.