જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા સામતભાઈ મારખીભાઈ ચાવડા નામના 48 વર્ષના યુવાનને નંદાણા ગામના સગાભાઈ મુરુભાઈ ચાવડા, દેવશીભાઈ મુરુભાઈ ચાવડા, અરશીભાઈ મુરુભાઈ ચાવડા અને સામતભાઈ ભાયાભાઈ ચાવડા નામના ચાર શખ્સોએ કોઈ કારણોસર બોલાચાલી કરી, લાકડાના ધોકા વડે મૂઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ચારેય સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.