જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના સુમેર કલબ રોડ પરથી એસઓજીએ બાતમીના આધારે રાધનપુરના અપહરણના એક ફરાર શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના સુમેર કલબ રોડ પર મંગળવારે એસઓજી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના મયુદ્દીન સૈયદ, અરજણભાઈ કોડીયાતાર અને રમેશભાઈ ચાવડાને મળેલ બાતમીના આધારે પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં એક સગીરાના અપહરણનો ગુન્હો જેની સામે નોંધાયો છે તે શખ્સ એક હોટલ નજીક બેઠો છે. તે બાતમીના આધારે રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામના સુરેશ ગોવાભાઈ ઠાકોર ઉર્ફે ભલાભાઈ (ઉ.વ.ર૭)ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.