જામનગર મોર્નિંગ 

શ્રી ધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ છે. રિલાયન્સ ભારતીય બહુરાષ્ટ્રીય કંપની છે, જે ઊર્જા, મટીરીયલ્સ, રીટેલ, એન્ટરટેઇનમેન્ટ અને ડિજીટલ સર્વિસીસ સહિતના વ્યવસાયોમાં સંકલિત રીતે કાર્યરત છે.

રિલાયન્સમાં એક દાયકા કરતાં વધુ સમયની કારકિર્દી દરમિયાન તેઓ ટોચના મેનેજમેન્ટ લીડર તરીકે ઉભરી આવવા ઉપરાંત તેમણે સામાજિક ક્ષેત્ર, ક્રિકેટ, ફૂટબોલ, ધાર્મિક સંસ્થાઓ, વન્યજીવન અને પર્યાવરણ સંબંધી સંસ્થાઓ અને શિક્ષણમાં વિવિધતાપૂર્ણ રીતે નેતૃત્વની ભૂમિકા નિભાવી છે.

આર.આઇ.એલ.ના જામનગર અને વડોદરા ઉત્પાદન એકમોની સંભાળ લેવા ઉપરાંત ગુજરાતમાં રિલાયન્સ જિયોના વ્યવસાયનું સુકાન પણ શ્રી ધનરાજ નથવાણી સંભાળે છે. તેઓ બંને ઉત્પાદન એકમોની નોન-ટેકનિકલ બાબતો જેમ કે કોર્પોરેટ અફેર્સ અને સી.એસ.આર. પ્રવૃત્તિઓની સંભાળ લઇ રહ્યા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્યની વધારાની ચોક્કસ જવાબદારીઓ પણ તેમના શિરે છે.  ઉપરાંત તેઓ રિલાયન્સ ન્યુ એનર્જી લિ. ના ડાયરેક્ટર તરીકે પણ સેવારત છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ધનરાજ નથવાણી ગુજરાતમાં નવોદિત ક્રિકેટરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને  અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેંદ્ર મોદી  ક્રિકેટ સ્ટેડિયમ સાથે તેના પ્રારંભથી જોડાયેલા છે.

ધનરાજ નથવાણી દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ છે. આ સમિતિ વિશ્વ પ્રસિધ્ધ દ્વારકા મંદિર અને તેના પરિસરની આસપાસના વિસ્તારોની સગવડોના વિકાસનું વ્યવસ્થાપન કરે છે, જેનો લાભ દેશ-વિદેશમાંથી આવતા લાખો ભક્તોને મળે છે. તેમના મુખ્ય પ્રદાનમાં ગોમતી નદી પર બાંધવામાં આવેલો સુદામા સેતુને ગણી શકાય.

   શ્રી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. નેચર અને વાઇલ્ડલાઇફ પ્રેમી હોવા ઉપરાંત, તેઓ ગુજરાત સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્ય છે. આજે શ્રી ધનરાજભાઈ નથવાણીનો જન્મદિવસ હોય ત્યારે જામનગર મોર્નિંગ પરિવાર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે.