જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર ખાતે સિક્સ ઝનરેશન સિક્યોરિટી સર્વિસ વર્ચ્યુઅલ ચોકીદાર જે એક કેમેરાની લેટેસ્ટ સિક્યોરિટી સર્વીસ છે, તેમાં ચોર ચોરી કરે તેની જાણ તાત્કાલિક થતાં ચોરી અટકાવી શકાય એવી એક આધુનિક સર્વિસ તૈયાર કરેલ છે. તેનું જામનગર ખાતે ગત તા. 5ના ઑપનિંગ રાખવામાં આવ્યું હતું. ઑપનિંગ જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર બીનાબેન કોઠારીના હસ્તે ઑપનિંગ કરવામાં આવ્યું હતું. જામનગર ભાજપના અગ્રણી દેવીદાનભાઈ ગઢવી તથા અન્ય કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં જામનગરની જનતા ઉપસ્થિત રહી હતી. સિક્સ ઝનરેશન સિક્યોરિટી સર્વિસના ઑનર સપનાબેને સર્વેનો આભાર વ્યકત કર્યો હતો. જામનગર ખાતે આધુનિક સિક્યોરિટી સર્વિસ શરૂ થતાં લોકોમાં આનંદ અને સલામતીની લાગણી ફેલાઈ છે.
0 Comments
Post a Comment