દેશના આગામી વિકાસનો સ્પષ્ટ રોડમેપ દર્શાવતા

જામનગર મોર્નિંગ - જામનગર 

ગુજરાતના પનોતા પુત્ર અને 'વર્લ્ડ લીડર' તરીકે જેમની ગણના થઈ રહી છે તેવા માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ નાણામંત્રી  નિર્મલા સીતારામનજીએ દેશના શતાબ્દી વર્ષ સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક ડગલું આગળ ધપાવતું બજેટ રાષ્ટ્રને અર્પણ કરેલ છે. મધ્યમવર્ગ માટે સૌથી મોટી જાહેરાત સમાન રૂ।. ૭ લાખ સુધીની આવકને ટેકસમાંથી મુકિત ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે ૧૫૭ નવી નર્સીંગ કોલેજ ખોલવાની જાહેરાત, મેડીકલ ક્ષેત્રે ખાનગી રોકાણોને પ્રોત્સાહન તેમજ ખેડૂતો માટે ખેડૂત ક્રેડીટ કાર્ડથી ૨૦ લાખ કરોડની લોનની જાહેરાત, યુવાનોને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા અલગ અલગ રાજયોમાં ૩૦ જેટલા સ્કીલ ઈન્ડિયા સેન્ટર, રેલ્વેના વિકાસ માટે ૨.૪૦ લાખ કરોડ સહિત મહિલાઓ માટે વિશિષ્ટ બચત યોજનાની શરૂઆતની જાહેરાત પ્રતિકારી બની રહેશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત એક વર્ષ માટે વધારવાની આવકારદાયક જાહેરાત અંગે જરૂરી રકમની ફાળવણી પણ કરવામાં આવેલ છે. આરોગ્ય પર ફોકસ વધવાથી વિકાસ અને રોજગારી સર્જનની અનેક શક્યતાઓ આ બજેટમાં કરવામાં આવેલી છે. કોરોના મહામારી વચ્ચે પણ આર્થિક સુધારા સાથેનું અને કઠીન પરિસ્થિતિઓમાં પણ કોઈપણ પ્રકારના નવા ટેકસ નાખ્યા વગર ખેડૂતોની આવક બમણી કરવાની દિશા આપનારૂં આ બજેટ છે. આ બજેટથી આગામી દિવસોમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ ધવતી ઈકોનોમી બનશે તેમાં કોઈ શંકા નથી. જિલ્લા ભાજપ દ્વારા આ બજેટને આવકારતા તેમાં લેવાયેલ અનેક લોકપ્રિય નિર્ણયો અંગે વધુમાં જણાવેલ ખેડૂતોને ડીજીટલ ટ્રેનીંગ અને મહિલાઓને આર્થિક સશકિતકરણ માટે આવકારદાયક પ્રયત્નો કરેલ છે. આ ઉપરાંત કૃષી ધીરાણનો લક્ષ્યાંક ૨૦ લાખ કરોડ કરવામાં આવશે, કોવિડ પ્રભાવીત એમ.એસ.એમ.ઈ. ને ૯૫ ટકા મદદ સહિત તમામ વર્ગના વિકાસ માટે જાહેરાત કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, કેબીનેટ કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નયનાબેન પરમારે, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, મનોજભાઈ ચાવડીયા, ચેતનભાઈ કડીવાર સહિતના આગેવાનોએ આ બજેટને આવકારતા અખબારી યાદીમાં જણાવેલ છે કે 'સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ ને સાર્થક કરતા દેશના તમામ વર્ગોને સમર્પિત અને અર્ધવચ્ચસ્થાને ઉત્કૃષ્ઠ બનાવવાના અભિગમ સાથેના કેન્દ્ર સરકારના વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ ખુબ આનંદની લાગણી સાથે બજેટને આવકારી નાણામંત્રી નિર્મલા સીતારામનજીને જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ અને સમગ્ર ટીમ દ્વારા ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ છે તેમ જિલ્લા ભાજપ મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવાયેલ છે.