જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર તાલુકાના સિક્કા નજીક આવેલી લેબર કોલોની પાસેના રોડ પર પુરઝડપે બેફીકરાઈથી આવતા મોટરસાયકલસવારે આગળ જતા મોટરસાયકલને પાછળથી ઠોકર મારતાં પાછળ બેસેલા યુવનનું શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા હુશેન રસીદભાઈ ભટ્ટી તથા મોસીનભાઈ નામના બંને યુવાન તેના જીજે 10 સીઆર 4598 નંબરના મોટરસાયકલ પર ગુરુવારે સાંજે આવતા હતા તે દરમિયાન મોટી ખાવડી રોડ પર લેબર કોલોની ચારની સામેના રોડ પર પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા જીજે 10 ડીએમ 8025 નંબરના મોટરસાયકલ સવારે આગળ જતા મોટરસાયકલને પાછળથી જોરદાર ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, પાછળ બેસેલા હુશેનભાઈ રસીદભાઈ ભટ્ટી (ઉ.વ. 26) નામના યુવાનને તથા મોસીનભાઈ નામના બંને યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હુશેનભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃતકના પિતરાઈ ભાઈ સમીર દ્વારા પોલીસમાં જાણ કરાતાં પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમની કાર્યવાહી હાથ ધરી મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.