જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં અંધાશ્રમ પાછળ બવાબજાર કોલોની બુધ્ધવિહાર ચોકમાં જાહેરમાં અમુક શખ્સો સિક્કા ઉછાળનો જુગાર રમતા હોવાની બાતમી મહેન્દ્રસિંહ જાડેજા અને વિપુલભાઈ સોનગરાને મળતા સ્થળ પરથી નિતેશ મુકેશ ચૌહાણ, ઉમેશ પંજા ભગત, બચુ વાલજી ખીમસુરીયા, કુલદીપસિંહ અનિરુધ્ધસિંહ રાઠોડ, ગૌતમ બલીરામ ગાંવડે અને રોહિત દિનેશ જીયા નામના છ શખ્સોને રૂ. 16,472ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.