જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં જલારામ વસ્તુ ભંડાર નામની દુકાન બહારથી રૂપીયા 1.07 લાખની રકમ ભરેલા પર્સ વેપારી ભૂલી ગયા બાદ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે એક શખ્સને ઝડપી લઈ મુદામાલ રિકવર કર્યો છે. 

મળતી વિગત મુજબ જામનગરના રણજીત સાગર રોડ પર નિલકંઠ પાર્કમાં રહેતા અને સુભાષ પાર્ક મેઈન રોડ પર જલારામ વસ્તુ ભંડાર નામની દુકાન ચલાવતા જીજ્ઞેશભાઈ ભૂપેન્દ્રભાઈ કોટેચા નામના વેપારી રવિવારે રાત્રે પોણા દસેક વાગ્યે દુકાન બંધ કરતા હતા. આ સમયે દુકાનના ધંધાની રૂ.1,07,000ની રકમ પર્સમાં રાખી તે પર્સ દુકાનની બહારના ભાગમાં આવેલા હુંકમાં ટીંગાડ્યું હતું. આ પછી દુકાન બંધ કરી ને પૈસા ભરેલ પર્સ ત્યાંજ ભૂલી ને તેઓ ઘેર ચાલ્યા ગયા હતા.પરંતુ યાદ આવતા જ તેઓ દુકાને પરત આવ્યા હતા. પરંતુ તેટલા સમય માં જ કોઈ શખ્સ તેઓનું રોકડ રકમવાળું પર્સ ઉપાડી ગયા હોવાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી, બાદમાં સીટી એ ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી ચોરીનો ભેદ ઉકેલી જયેશ જયંતીભાઈ કટેશીયા નામના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.