જામનગર મોર્નિંગ - ભાવનગર (જુણેજા ઈલાયત)
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ. જેમાં ગરીબ અને જરૂરતમંદ વર્ગ માટે પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ સામાજિક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષમાં ૨ લાખ કરોડ, શ્રમિકો માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના, માનવ સંસાધન વિકાસ માટે ચાર લાખ કરોડ, વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ માટે પાંચ લાખ કરોડ, કૃષિ, ઉધ્યોગ સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃતિના વિકાસ માટે બે લાખ કરોડ ફાળવવામાં આવ્યા. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્સન યોજના તેમજ નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અગિયાર લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે ૧૩૪૦ કરોડ ઉપરાંત દિવ્યાંગો માટે સાધન સહાય, સંકટ મોચન યોજના, તબીબી સેવાઓ, ખોરાક અને ઔષધ નિયમન અંગે વિકાસશીલ બજેટ ફાળવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ માટે ૬૦૬૪ કરોડ, માર્ગ અને મકાન માટે ૨૦૬૪૨ કરોડ ફાળવવામાં આવ્યા.
નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા રાજ્યના વિકાસને ગતિ આપતા સર્વાંગી બજેટને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ ભારતિબેન શિયાળ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, શહેર ભાજપના મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, ડી. બી. ચુડાસમા, અરુણભાઈ પટેલ, સમગ્ર શહેર સંગઠન, પક્ષના વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સદસ્યો, સીએ સેલના કન્વીનર અને હોદ્દેદારો, વિવિધ સેલ મોરચાના આગેવાનો, કાર્યકરો તેમજ શિક્ષણ સમિતિના હોદેદારોએ આ બજેટ ને પ્રગતિશીલ, વિકાસલક્ષી અને ખેડૂતો, ગરીબો મધ્યમ વર્ગ અને વ્યાપારી વર્ગ માટે સર્વાંગી આવકારદાયક ગણાવ્યું છે.
0 Comments
Post a Comment