જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયામાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શુક્રવારે વિશ્વકર્મા જયંતી મહોત્સવ ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ખંભાળિયામાં ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ અને સૃષ્ટિના સર્જનહાર શ્રી  વિશ્વકર્મા પ્રભુનો પ્રાગટ્ય દિવસ "વિશ્વકર્મા જયંતી" નિમિત્તે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક અને બહારગામના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરના 17 મા પાટોત્સવ સાથે કાર્યક્રમની શરુઆત પ્રસંગે સવારે છ વાગ્યે મંગળા આરતી, પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, થાળ-આરતી, સમુહ ભોજન, સંધ્યા મહા આરતી, મહા પ્રસાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ, દાંડીયા રાસ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ નિમિતે મહા પ્રસાદ તથા આ તમામ કાર્યક્રમોમાં દાતા તરીકે સ્વ. જગજીવનભાઈ પરસોતમભાઈ ભારદીયા તથા સ્વ.મયાકુંવરબેન જગજીવનભાઇ ભારદીયાની સ્મૃતિમાં તેમના પુત્ર ઓધવજીભાઈ તથા શ્રીમતી ભારતીબેન ઓધવજીભાઈ ભારદીયા પરિવાર હંસ્થલ વાળા (હાલ યુકે લંડન) એ લાભ લીધો હતો.

આ ઉત્સવમાં નવનીતભાઈ વડગામા તથા સવિતાબેન વડગામા (આફ્રિકા), ભરતભાઈ છત્રાલીયા તથા પ્રિતીબેન છત્રાલીયા (જામનગર) વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનું સંચાલન જયંતીભાઈ સુરેલીયાએ કર્યું હતું.