જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના જોલી બંગલા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સ્પા એન્ડ સલુનની આડમાં મસાજના બહાને ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ કરી માલીકને ઝડપી પાડી જામનગર એલસીબીએ આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ-6, જોલી બંગલા પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે લક્સ બ્યુટી એન્ડ સલુન સ્પાના નામે છેલ્લા ઘણાં સમયથી મસાજની આડમાં રાજ્ય બહારની મહિલાઓ બોલાવી કૂટણખાનું ચાલતું હોવાની બાતમી એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને દોલતસિંહ જાડેજાને મળતા હકીકતના આધારે દરોડો કરી વડોદરામાં માંજલપુર સાંઈનાથ સોસાયટીમાં રહેતો અમીત કમલેશભાઈ રામીમાલી નામના સંચાલકને ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચાલે છે ત્યારે પોલીસ અવારનવાર દરોડાઓ કરી કૂટણખાનાનો પર્દાફાશ કરતી હોય છે, પણ સ્પામાં રૂટીંગ ચેકીંગ કરવું ફરજીયાત છે હજુ જામનગરમાં ઘણાં એવા સ્પા છે જ્યાં ચેકીંગની જરુર છે.
આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહીલ, પીએસઆઈ પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, ફિરોજભાઈ ખફી, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બીજલભાઈ બાલસરા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment