પાનના ગલ્લાઓમાં ચેકીંગ કરાયું: એક દુકાનમાંથી નશાયુક્ત કેફીપીણું મળી આવ્યું 

જામનગર મોર્નિંગ - જામનગર    

જ્યારથી જામનગર શહેર-જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નિમણુંક થઇ છે ત્યારથી ક્રાઇમ રેટ ઘણો ઘટવા પામ્યો છે અને જે જગ્યાએ ક્રાઇમ બંને છે ત્યાં ગણતરીના કલાકોમાં કે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાય જાય છે. સાચા અર્થમાં કહીએ તો જામનગર ને જિલ્લા પોલીસ વડાના રૂપમાં એક સાચા પ્રજાના સેવક મળ્યા છે જે પ્રજાની તકલીફ સમજે પણ છે અને ઉકેલ પણ લાવે છે. 

જામનગર શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં ગઈકાલે સવારે વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ સાથે વાતચીત કર્યા પછી દુકાનો ખોલવામાં આવી હતી, બાદમાં રાત્રે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા સ્ટાફ દ્વારા હવાઈ ચોક વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, ચેકીંગ દરમ્યાન રેંકડીધારકો દ્વારા ગેરકાયદે દબાણ કરાયેલું હતું તે દૂર કરાવવામાં આવ્યું હતું. તેમજ પાનના ગલ્લાઓમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકોએ તંબાકુનું સેવન કરવું તે હાનિકારક છે તે બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

જ્યાં જ્યાં ગંદકીઓ કરવામાં આવી હતી તેને સૂચનાઓ આપવામાં આવી હતી, અનેક પાનના ગલ્લાઓ પર કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ચેકીંગ દરમ્યાન એક પાનની દુકાનમાંથી નશાયુક્ત કેફી પીણાંની બોટલનું બોક્સ મળી આવતા એસઓજીને જાણ કરી દુકાનદાર પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

જિલ્લા પોલીસ વડાના આ સરપ્રાઈઝ ચેકીંગથી લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. પણ હવાઈ ચોક જેવા ભરચક વિસ્તારમાં પોલીસની કાર્યવાહી પણ જરૂરી છે, નાસતા વાળાઓના થપ્પા તેમજ પાનની દુકાનોના ઢગલા હોવાથી અવારનવાર ત્યાં માથાકૂટના બનાવ બનતા રહે છે અને ઘણી વાર તો આમ જનતા પણ આ માથાકૂટનો શિકાર બંને છે, જિલ્લા પોલીસ વડાની આ કામગીરી જોઈ પ્રજામાં ખુશીની લાગણી પ્રસરી હતી. 

હજુ જો પોલીસ પોતાના બાતમીદારોથી દરરોજ આ વિસ્તારમાં ધ્યાન આપે અને પુરતું ચેકીંગ કરે તો ઘણી પાનની દુકાનોમાંથી દારૂ પણ મળી રહે છે તે પકળાઈ શકે છે અને આ જરૂરી છે, બીજી ઘણી બધી અપ્રવ્રુત્તિઓ નજરે ચડશે તે પાકુ છે.