જામનગર મોર્નિંગ - જામનગર
જોડિયાના બાલંભાના એક શખ્સની બે વર્ષ પહેલાના હત્યાના ગુન્હામાં ફરાર હોય તેને જામનગર એસઓજીએ ઝડપી પાડયો હતો, અને આરોપી આઠ ગુનાઓમાં સંડોવાયેલ હોય તેના વિરુધ્ધ કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ જોડિયાના પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા હત્યાનો ગુનો નોંધાયો હોય જેમાં જોડિયાના બાલંભા ગામના અયુબ જુસબ જસરાયા નામના શખ્સની સંડોવણી ખૂલ્યા પછી આ શખ્સ બે વર્ષથી નાસતો ફરતો હોય ઉપરોક્ત શખ્સ બાલંભામાં આવ્યો હોવાની બાતમી એસઓજીના રાજેશભાઈ મકવાણા, અનિરુધ્ધસિંહ ઝાલા, મયુદ્દીનભાઈ સૈયદ અને હર્ષદભાઈ ડોરીયાને મળતા આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ સામે જામનગરના સિટી-એ ડિવિઝન તેમજ જોડિયા અને અંજારમાં જુદા જુદા આઠ ગુન્હા નોંધાયેલા છે.
0 Comments
Post a Comment