જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના પૂર્વ રાજવી પરિવારના એકમાત્ર હયાત મોભી, જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાને આવતી કાલે 84મું વર્ષ બેસશે. 1939ની 20મી ફેબ્રુઆરીએ જન્મેલા પ્રજાવત્સલ રાજવી જામસાહેબ પર્યાવરણ અને પ્રાણીપ્રેમ માટે જાણીતા આઝાદીના આટલા દાયકાઓ વીતી ગયા પછી આજે પણ હાલારની પ્રજા સાથે આત્મીય લાગણીથી જોડાયેલા છે.

વિકાસ માટે જામસાહેબે પોતાના જીવનકાળ દરમિયાન ઘણાં સ્વપ્નો સેવ્યા છે. જામનગરને સૌરાષ્ટ્રના પેરિસનું બિરુદ ફરીથી સાંપડે તે માટે તેઓ સદાય પ્રયત્નશીલ રહ્યા છે. પોતાના સપનાનું જામનગર બંને તે માટેની વિવિધ યોજનાઓ ગુજરાત સરકાર વડપણ હેઠળ આપવામાં આવી છે. જે બદલ નરેન્દ્રમોદીનો જામનગરની પ્રજાવતી તેઓ આભાર માની રહ્યા છે. જામસાહેબના વડપણ-માર્ગદર્શન પ્રમાણે જામનગરમાં શિક્ષણ સંસ્થા પણ ચાલી રહી છે. જે તેજસ્વી અને શિસ્તબદ્ધ છાત્રો તૈયાર કરે છે. અને દર વર્ષે શ્રેષ્ઠ પરિણામ આપે છે. તેમજ કુદરત પ્રેમી, વન્યજીવન પ્રેમી જામસાહેબ આધ્યાત્મિક, યોગ, ઔષધીય બાબતે ઉંડી રુચિ ધરાવે છે, આજે તેમના જન્મદિવસ નિમિતે જામનગર મોર્નિંગ પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે.