જામનગર મોર્નિંગ - ખંભાળિયા

ખંભાળિયા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બાળકનું નામ બારોટના ચોપડે કરવાની વિધિ પરંપરાગત રીતે કરવામાં આવે છે. બારોટના ચોપડે નામકરણની વિધિ આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.

      ઉત્સાહપૂર્વક યોજવામાં આવતા બારોટના ચોપડે નામકરણના આ પ્રસંગમાં ઉપસ્થિત રહેતા બારોટ દુહા-છંદ સાથે બાળકોના નામ તેમના પ્રાચીન અને પરંપરાગત ચોપડામાં લખે છે. ખંભાળિયા પંથકના પણ હજુ આ પરંપરા ચાલી રહી છે. મહત્વની બાબત તો એ છે કે ડોક્ટરો, વકીલો, શિક્ષકો અને રાજ્ય સરકારના હોદ્દેદારો - પદાધિકારીઓ પણ ઉત્સાહ સાથે આ વિધિ લગ્ન પ્રસંગની જેમ ધામધૂમપૂર્વક ઉજવે છે.

    તાજેતરમાં ખંભાળિયાના એક જાણીતા તબિયત ડોક્ટર મશરી ભાઈ નંદાણીયા પરિવારજનોના પુત્રો-પુત્રીઓના નામકરણ બારોટના ચોપડે ચડાવવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં જોડાવવા માટે વિદેશથી પણ તેમના પરિવારજનો ખાસ અહીં ઉપસ્થિત રહ્યા હતા.

      અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના લોકોને ગ્રામ્ય વિસ્તારની આ પ્રાચીન પરંપરાની માહિતી પણ નથી. ત્યારે બારોટના ચોપડે નામ ચડાવવાની રસપ્રદ પ્રાચીન વિધિ નિહાળવા લાયક હોય છે.