જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સને પેરોલફર્લો સ્ક્વોડે બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરમાં પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ પલાસવા ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતો ભીમા જસરામભાઈ ખીંટ નામનો શખ્સ નાસતો ફરતો હોય જે લાલપુર ચોકડી પાસે આવ્યો હોવાની બાતમી જામનગર પેરોલફર્લો સ્ક્વોડને મળતા પીએસઆઈ એલ.જે. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ અને કરણસિંહ જાડેજાએ ઝડપી લઈ પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.