જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના ધરારનગર-૧ આંબેડકરધામ પાણીના ટાંકા સામેના વિસ્તારમાંથી અઠવાડીયા પહેલા પિતળના નટ બોલ્ટનો ૧૧૦ કીલો માલ કિમંત રૂ. 55 હજાર કોઈ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયા હોવાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં આગળની તપાસ હાથ ધરી છે, જયારે નિકાવા ગામેથી રૂ. 23 હજારની રોકડ  રકમની ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે અને ધ્રોલ તેમજ હાપામાંથી મોબાઈલની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.   

મળતી વિગત મુજબ જામનગરના ધરારનગર-૧માં રહેતા ભુપત પોલાભાઇ વાઘેલા નામના વૃઘ્ધે બુધવારે સીટી-બી ડીવીઝનમાં અજાણ્યા શખ્સ સામે પિતળના માલની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧-૨૩ થી તા. ૩૦-૧ના સમય દરમ્યાન પિતળના નટ બોલ્ટના કાચા માલની પાંચ બોરી જેનો વજન આશરે ૧૧૦ કીલો કિમંત રૂ. ૫૫ હજારનો ધરારનગર ખાતે બહારના ભાગે રાખેલ હોય જયાંથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયા હોય જેથી પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. 

જયારે નિકાવા ગામેં તસ્કરો રૂા. 23 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતા નિકાવા ગામમાં કોમ્યુનિટી હોલ પાસે, પાણીના ટાંકાની નજીકમાં રહેતા જયંતિલાલ ચનાભાઈના મકાનમાં ગત તા. 6, ના રોજ સવારના અગિયાર વાગ્યાથી બપેારના અઢી વાગ્યના અરસામાં તસ્કરોએ ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. બંધ ઘરના તાળા તોડી અજાણ્યા શખ્સો બેડરૂમમાં ઘુસ્યા હતા. જ્યા લાકડાના કબાટમાં રાખેલ રોકડ રૂા. 23 હજારની ચોરી કરી નાસી ગયા હતાં. જયંતિલાલ ચનાભાઈ સોંદરવાની ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉપરાંત ધ્રોલની કુંભારશેરીમાં રહેતા કિરીટભાઈ ધીરૂભાઈ મુળીયા નામના વેપારી ગઈ તા.૩ની બપોરે સાડા બારેક વાગ્યે પોતાની મારૂતી કોમ્પલેક્ષ સ્થિત દુકાનેથી જમવા માટે ઘર તરફ જવા નીકળ્યા હતા. આ વેળાએ તેઓએ પોતાનો વીવો કંપનીનો રૂ.૧૬ હજારની કિંમતનો નવે નવો મોબાઈલ કોટના ખિસ્સામાં મૂક્યો હતો. તેઓ જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે કોટના ખિસ્સામાં ફોન જોવા ન મળતા હાંફળાફાંફળા બની કિરીટભાઈએ ફોનની તપાસ કરી હતી. સ્વિચ ઓફ થઈ ગયેલા આ ફોનની ચોરી કરી જવા અંગે કિરીટભાઈએ બુધવારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

અને જામનગરના હાપા ખારી વિસ્તારમાં આવેલા જવાહર નગરમાં રહેતા સુરેશભાઈ દિનેશભાઈ રાઠોડ નામના આસામીનો સેમસંગ કંપનીનો રૂ.૧૫૦૦ની કિંમતનો મોબાઈલ બુધવારે બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા દરમિયાન હાપાના ચાંદની ચોકમાંથી કોઈ તસ્કરે સેરવી લેતાં સુરેશભાઈએ પંચકોશી-એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.