બળેલા ઓઈલના બદલે ફર્નેશ ઓઇલ ઉતારાયું હતું 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર કસ્ટમ્સ પ્રિવેન્ટીવની ટીમે જામનગર જિલ્લાના સિકકા પોર્ટ બહાર રશિયાથી આવેલા ઓઈલ ટેન્કરમાંથી સ્લઝ(બળેલા ઓઈલાના સ્થાને ફર્નેશ ઓઈલ ઉતારવાનો કારસો ઝડપી લઈ રૂ.4 કરોડની કિંમતનું 700 ટન ફર્નેશ ઓઈલ.રૂ.2 કરોડનું બાર્જ અને રૂ.98 કરોડનું ઓઈલ ટેન્કર જપ્ત કરી કસ્ટમ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં ડીઝલ અને ફર્નેશ ઓઈલના ભાવો ભારતમાં આસમાને છે ત્યારે કાંઠા પર સક્રિય એવા ઓઈલ માફિયાઓ દ્વારા ગલ્ફના દેશોના ભાવ અને ભારતના પેટ્રોલિયમ પ્રોડકટના ભાવનો ડીફરન્સ ભાવ મેળવવા માટે ડીઝલ અને ફર્નેશ ઓઈલની દાણચોરી શરૂ કરવામા આવી છે. ત્યારે સિકકાના કાંઠા પર પણ આવા માફિયાઓ કસ્ટમ્સની આંખમાં ધુળ નાખી દાણચોરીની પ્રવૃતિ કરી રહ્યા છે તેવી માહિતી સિકકા કસ્ટમ્સતે ઘણાસમય પહેલા મળી હતી અને તેના આધારે સિકકા કસ્ટમ્સ પણ સર્તક બની ગયું હતું.સાથોસાથ જામનગર કસ્ટમ્સ હેડકવાર્ટર પ્રિવન્ટીવની ટીમે તેમની રીતે તપાસ હાથ ધરી હતી.તેવામાં રશિયાથી આવેલ એમ.ટી.બાંગા નામનું ઓઈલ ટેન્કર સિકકા પોર્ટ પર આવ્યું હતું અને તેમના દ્વારા સ્લઝ(સળગેલુ ઓઈલ) ઉતારવામાં આવી રહ્યાની માહિતી મળી હતી પણ કસ્ટમ્સ ટીમ તુરંત દરિયામાં ઘસી ગઈ હતી.

જે બાર્જમાં કહેવાતું સળગેલુ ઓઈલ ઉતારવામાં આવતું હતું તેમાં તપાસ કરી એ ઓઈલના સેમ્પલ લીધા હતા અને તેનું પુથ્થકરણ કરવામા આવતા આ સળગેલુ ઓઈલ નહીં બલ્કે ફર્નશ ઓઈલ હોવાનું ફલિત થયું હતું.આથી 700 ટન ફર્નેશ ઓઈલનો જથ્થો જપ્ત કરવામા આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.