જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પાર અકસ્માત દિવસે ને દિવસે વધતા જ જાય છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં યુવનનું મૃત્યુ નીપજ્યું હતુ.મળતી વિગત મુજબ જામનગરના વિભાપર ગામમાં રહેતો જતીન છત્રાલા નામનો યુવાન પારિવારિક કે સામાજિક કામ પતાવીને રાજકોટથી ઘરે જવા પરત ફરી રહ્યો ત્યારે જામનગર રાજકોટ હાઈવે પાર આવેલ રામપર ગામના પાટીયા નજીક પોતાની ઈકો કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
0 Comments
Post a Comment