જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લતીપર ગામમાં વાડીવિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની પુત્રીના લગ્નના સમાધાનના રૂ. બે લાખ આપવાના બાકી હોય તેથી જમાઈ અજાણ્યા છથી સાત માણસો સાથે ઘસી આવી સસરાનું અપહરણ કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલના લતીપર ગામના વાડી વિસ્તારમાં મનીષભાઈ દામાભાઈ ચભાડીયાની વાડીમાં ખેતમજૂરી કરતાં સનીયાભાઈ જીથરાભાઈ મોહનીયાને શનિવારે રાત્રે અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકામાં કુહા ગામમાં રહેતો મુકેશ મોહનભાઇ મેહડા તથા તેની સાથે છ થી સાત અજાણ્યા શખ્સો લાકડીઓ વડે ઘસી આવી અપહરણ કરી લઈ જતા સનીયાભાઈની પત્ની રમીલાબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ પી.જી. પનારા આગળની તપાસ ચલાવે છે.
મુકેશ મેહડાએ સનીયાભાઈની દીકરી શીલા સાથે લગ્ન થયેલા હોય અને દીકરી પરત માવતરે આવી ગયેલ હોય અને સમાધાનના રૂ. 2 લાખ પાછા આપવાના બાકી હોય જેથી જમાઈએ સસરાનું અપહરણ કરી લઇ ગયા હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
0 Comments
Post a Comment