જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સ તથા ત્રણ મહિલાને ગંજીપતાના પાના વડે જુગાર રમતી ઝડપી પાડી હતી જયારે કાલાવડમાં એક શખ્સને વર્લીનો જુગાર રમતા ઝડપી લઈ ત્રણ મહિલા સહીત અને શહેરમાંથી ત્રણ શખ્સ સહીત દાસ શખ્સને રૂ. 40 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે આવેલ શાક માર્કેટ નજીક જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી સીટી એ ડિવિઝનના રવિભાઈ શર્મા અને વિજયભાઈ કાનાણીને મળતા દરોડો કરી સુરેશ ઉર્ફે સુરીયો બાબુભાઇ પરમાર, મુકેશ ઉર્ફે મુકલો જેન્તીભાઈ પરમાર અને રાજુ કરશનભાઈ પરમાર નામના ત્રણ શખ્સને ગંજીપતાના પાના વડે જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂ. 10,540 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.   

જયારે જામનગર શહેરમાં આવેલ કાલાવડ નાકા પાસે માલધારી હોટલ રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં શનિવારે બપોરે વર્લીમટકાનો જુગાર રમતા આમીર સલીમભાઈ સમા (રહે. પાંચહાટડી)  અને સદામ અસગરભાઈ શેખ (રહે. પટણીવાડ) નામના બે શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે રૂ. 10,230ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. તેમજ કાલાવડ નાકા પાસે ગુજરાતી વાડમાં માતમ ચોક પાસે જાહેરમાં વર્લીના આંકડા લખી લખાવી જુગાર રમતો શબીર હશનભાઈ ખુરેશી (રહે. પટણીવાડ) નામના શખ્સને રૂ. 10,450 સાથે ઝડપી પાડ્યો હતો. 


તેમજ જામનગરમાં રાંદલનગર બાપાસીતારમ મઢુલી પાસે ચોકમાં જાહેરમાં શનિવારે સાંજે ગંજીપતાના પાના વડે જુગાર રમતી કૈલાશબા દાદુભા ચૌહાણ, શાંતુબા ગીરૂભા જાડેજા અને કુસુમબા બળવંતસિંહ જેઠવા (રહે. તમામ રાંદલનગર) નામની ત્રણ મહિલાને રૂ. 2120ની રોકડ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ સીઆરપીસી કલમ 41(1) મુજબ નોટીશ આપી કાર્યવાહી કરી હતી.  

ઉપરાંત કાલાવડમાં પાણીના ટાંકા નજીક ઢોલીયા પીરની દરગાહ પાસે જાહેરમાં કાશ્મિરપરામાં રહેતો ઈમરાન ઉર્ફે રાહુલ ઉર્ફે અનુડો ઈક્બાલભાઈ બાનાણી નામનો શખ્સ શનિવારે બપોરે વર્લી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમતા મળી આવતા તેને રૂ. 1180નોકડ સાથે કાલાવડ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો.