જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતે બેંગ્લોરમાં ઈન્કમટેક્ષમાં નોકરી કરે છે અને તમને ઈન્કમટેક્ષમાં નોકરી અપાવી દઈશ તેવી વાતોમાં ભોળવીને અન્ય લોકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવી લેવાની કુલ છ થી વધુ ફરિયાદ થોડા દિવસો પહેલા જ જામનગરના સીટી સી ડિવિઝનમાં નોંધાઈ હતી અને તેમાં તેના પિતા પર સામેલ હોવાથી બંનેને હાલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામનો વતની અને હાલ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એનેઆરઆઈ બંગલા નજીક રહેતો વિશાલ હેમંત કણસાગરા નામના શખ્સે જામનગર તથા આજુબાજુના તાલુકામાં ઈન્કમટેક્ષમાં નોકરી અપાવી દેવાનું કહી લાખોની છેતરપીંડી આચરી હતી અને તેમાં તેના પિતા હેમંત ત્રિકમભાઈ કણસાગરા પાર સામેલ હતા અને બંને સામે ફરિયાદો નોંધાઈ હતી ત્યારે આટલા દિવસ બાદ શનિવારે વધુ એક ફરિયાદ સીટી સી ડિવિઝનમાં નોંધવામાં આવી છે જેમાં લાલપુર બાયપાસ ચોકડીથી આગળ ઠેબા પાસે હરીપાર્ક-2 માં રહેતા જયદીપકુમાર છગનભાઈ કોઠીયા નામના યુવાનને ઈન્કમટેક્ષમાં નોકરી આપવાની લાલચ આપી રૂ. દોઢ લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાવતા સીટી સી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.