મીઠાપૂર ભાઈના ઘેર દિવાળી કરવા ગયેલા એડવોકેટના બંધ મકાનમાંથી તસ્કરો ૧૦.૦૦૦ની રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરી ગયાની ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને કોઈ તસ્કરો નિશાન બનાવી ગયા છે. મીઠાપુર પોતાના ભાઈને ઘેર રોકાવા ગયેલા એડવોકેટના બંધ મકાનમાંથી તસ્કરો દસ હજારની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૫૯,૦૦૦ ની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટીમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે બંગલા નંબર બે માં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસ્થા કરતા એડવોકેટ કેતનભાઇ પ્રવીણભાઈ જોશીના બંધ મકાનને કોઈ તસ્કરોએ દિવાળીના તહેવારો દરમિયાન નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા દસ હજારની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે સહિત રૂપિયા ની ૫૯,૦૦૦ ની માલમત્તા ચોરી કરી ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ફરિયાદી એડવોકેટ ગત ૩૦ મી તારીખે પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે મીઠાપુરમાં રહેતા પોતાના ભાઈને ત્યાં દિવાળીનો તહેવાર કરવા માટે ગયા હતા.

દરમિયાન ત્યાંથી ગઈકાલે જામનગર પરત ફરતાં પોતાના મકાનમાંથી ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે તસકરોને પોલીસ શોધી રહી છે.