જામનગર મોર્નિંગ - જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા દેશના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વોર્ડના 6 માં રવિ પાર્ક વિસ્તારમાં કોમન પ્લોટમાં આગામી 26મી જાન્યુઆરીએ સવારે 9.00 કલાકે કરવામાં આવશે. જેમાં જામનગરના મેયરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, તથા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશ શિંગાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરશે.

0 Comments
Post a Comment