ગત ટર્મમા કોર્પોરેશનમાં દંડક-નેતા વગેરે હોદાનુ કીધુ"તુ પાર્ટીએ, તો ભાઇએ ઠુકરાવ્યુ"તુ એ પાર્ટી ભુલી નથી કેમકે પાર્ટી મોટી કે ...
જામનગર મોર્નીંગ-જામનગર
જામનગરમાં કોર્પોરેશના પાંચ પદાધીકારીઓ નક્કી કરવા માટેની કવાયત આખરી તબક્કામાં છે ત્યારે પોતાના અમુક ગણોતીયા દ્વારા વાતો વહેતી કરી મને તો ચેરમેન પદ મળશે તેવી કુદા કુદા કરતા એક કોર્પોરેટરને ભાજપ કદ સમાન વેતરશે અને જનતામાં એક સંદેશો વહેતો કરશે કે આરોપીઓ માટે પાર્ટીમા કોઇ જ સ્થાન નથી,હા નગરસેવક માટે ટીકીટ આપી હોય એ અલગ વાત છે અને પદ આપવુ એ પણ જુદી જ વાત છે ને? જામનગરના કોઇ મોટા નેતા એક પણ સમીકરણથી નહી ઇચ્છે કે આવો આરોપી જામનગરની આઠ લાખની જનતા ઉપર થોપવામાં આવે, એ સ્પષ્ટ છે.
મહાનગરપાલીકાની જનરલ ચુંટણીમાં ભાજપએ જામનગરમા કુલ ૬૪ બેઠકમાંથી ૬૦ બેઠક જીતીને ઐતીહાસીક રીતે મેદાન માર્યુ છે એ ભાજપ પક્ષની પ્રતિષ્ઠાના કારણે છે અને પક્ષના સંગઠન પ્રમુખ અને હોદેદારો, સંસદસભ્ય અને ધારાસભ્યોની જહેમત અને લોકપ્રીયતાને કારણે છે હવે ગુજરાતમાં કમલમ વડા મથકમા ત્રણ દિવસથી મહાપાલીકાઓના પદાધીકારીઓ નક્કીકરવા કવાયત ચાલે છે ત્યારે જામનગર સહિત સમગ્ર રાજ્યમા નપા મનપા પંચાયત દરેકમાં સ્વચ્છ પ્રતીભા વાળા લોકો હોદા ઉપર બેસે તે પાર્ટીની પ્રાથમીકતા છે.
હવે જામનગરના વોર્ડ નંબર ચારમાંથી ભાજપના એક પુરૂષ ઉમેદવાર ઉભા ત્યારથી- મુળ ભાજપી - એવા નામ હેઠળપત્રીકા ફરી હતી તેમાં પણ આ ઉમેદવારના ગુના ચકાસવાની વાત વહેતી થઇ હતી જો કે નરેન્દ્ર મોદીની લોકપ્રીયતા ભાજપની લોકપ્રીયતા અહીના નેતાઓની લોકપ્રિયતાના કારણે આ વેવમા આ આરોપી જીતી ગયા બાદ હવે એમ ઠેકડ ઠેકડ છે કે મને તો કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમરન કાં તો ડેપ્યુટી મેયર બનાવવો જ પડશે...? લે બોલ આ કેવો હુંકાર..? પાર્ટી મોટી કે ગુનેગાર...?
ભારતીય જનતા પાર્ટી પ્રતીષ્ઠીત પાર્ટી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા લોકપ્રીય છે સાથે સાથે આ સૌ પક્ષની છબી ઉપર દાગ ન લાગે તે ચોક્કસ જોઇ જ રહ્યા છે કેમકે ભાજપની છબી ઉજળી છે અને કોઇપણ હલકા માણસને પદ પણ આપતા નથી.
હા કોર્પોરેશની ચૂંટણી બાદ ભાજપએ દંડક કે શાસક નેતાનુ પદ ઓફર કર્યુ હતુ તો આ વ્યક્તિ જેને પોતાના સમાજનો પણ સપોર્ટ નથી તેણે હુંકાર કરી આ પદો ઠુકરાવીને એમ કીધેલુ કે હુ તો મોટા પદ માટે સર્જાયેલ છુ તુચ્છ પદ થોડા લવ?? એમ કર્યુ હતુ ત્યારે પાર્ટીને આંચકો લાગેલો કે આ નો હુંકાર તો જો...બાદમાં ખૂબ કાલાવાલા કરી અસ વખતે ફરીથી ટીકીટ તો લઇ આવ્યો અને ભાજપની લોકપ્રીયતાના કારણે જીત્યો નહીતર હત્યાના પ્રયાસના આરોપી બુટલેગર અસામાજીક તત્વ ન્યુસન્સ ફેલાવનાર ઉચ્ચ અધીકારીઓ સામે સમાજના નામે ધરણા અને લડત કરનારને કોણ મત આપે ?? આ અભિમાનીએ જીજી હોસ્પીટલ સામેના ચા હોટલ ધારક સાથે બીનજરૂરી બખેડો અથડામણ અને હથીયારથી હુમલા કરી વાતાવરણ ભયજનક બનાવ્યુ હતુ... એ બધુ જ પાર્ટીને તો ખબર જ હોય ને...?
આવા હુંકારી અને અસામાજીક તત્વએ જામનગરમાં વાત ફેલાવી છે આજે કે હુ સ્ટેન્ડીંગ કમીટીનો જામનગર કોર્પોરેશનનો ચેરમેન થવાનો છુ અને મીજબાનીઓ અને જ્યાફત ઉડાડવા માંડ્યો છે અને એમ કહે છ કે મારા સીવાય કોઇને પાર્ટી ચેરમેન બનાવી જ ન શકે...! લે બોલ આમ કેમ...? નેતાઓ આ વોર્ડ નંબર ચાર ના અભિમાની આરોપી ચુંટાયેલા કોર્પોરેટરના પ્રભાવમાં હશે કે શું...? જામનગરના રાજકીય સહિત સમુહોમા આ ચર્ચાએ જોર પકડ્યુ છે કે જો આરોપી અને હંમેશા ન્યુસન્સ રહેલા વોર્ડનંબર ચાર ના આ નગરસેવક સાથે તેનો સમાજ પણ નથી તો ચોક્કસ સમાજ સમીકરણ સાચવવા આરોપીની પસંદગી પદ માટે કરવાની ગંભીર ભુલ પાર્ટી નહી કરે ને...? કેમકે તેના સમાજના ઘણા આગેવાનોએ કહ્યુ છે કે અમે આને ઇચ્છતા જ નથી તો બીજી તરફ અમુક અભિપ્રાય એવા પણ છે કે આવા આરોપી નગરસેવક પદ મળે તો પક્ષ ને જ બદનામીનો દાગ લગાડે અને નેતાઓની પસંદગીને ખોટી પાડે તેવુ બની શકે છે જે પક્ષના હિતમા ય નથી ને જામનગરના હિતમાં ય નથી તેમ સમગ્ર પણે રાજકીય સમીક્ષોએ મુદાસર જણાવ્યુ છે.
છેલ્લે... એ વાત પણ અગત્યની છે કે ગત ટર્મ ૨૦૨૧મા ભાજપ પ્રભારી જામનગર કોર્પોરેશનના પાંચ પદ ના નામ જાહેર કરવા આવેલા તો અમુક ઘટનાઓ એવી બની કે છેલ્લી ઘડીએ ખીસ્સામાં જ પદના નામની ચીઠ્ઠીઓ ફરી ગઇ હતી ને? તેવુ પણ કરી શકે.હાલ કદાચ પાર્લામેન્ટરી બોર્ડને જામનગર કોર્પોરેશનના આ વોર્ડ નંબર ચારના નવાગામ ઘેડ વાળા અસામાજીક ગણાતા નગરસેવક મામલે ઘણી બાબતો યાદ ન હોય તો શું થયુ...? છેલ્લી ઘડીએ પણ નામ ફેરવી શકાય છે જામનગરના પાડોશી નગર રાજકોટમા પણ બધુ જ ફાયનલ થયા બાદ પણ ભાજપના ઉમેદવાર બદલી જ ગયા હતા ને? સુજ્ઞ લોકો ,બીઝનેશમેન નગર આગેવાનો, સામાજીક આગેવાનો, ઇવન ભાજપના લોકો,જાણકાર નાગરીકો, આ આરોપીના નજીકના લોકો સહિત સૌ ઇચ્છે છે કે ભાજપ પાર્ટી આ આરોપી નગરસેવકનો હુંકાર ધ્યાને લઇને તેમજ આવા લોકોના હાથમા પદભાર સલામત નથી તે ધ્યાને લઇને પાર્ટીના હિતમાં અને નગરના હિતમાં અાવા લખણખોરને કોઇપદ ન આપે તે જ સાચો નિર્ણય ગણાશે.
0 Comments
Post a Comment