જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-2027 માં 1860 કરોડના ખર્ચ વાળું અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન નિલેશ કગથરાને સુપ્રત કરવામાં આવ્યું હતું. પાણી વેરામાં સો રૂપિયા, ઉપરાંત ભૂગર્ભ ગટર ચાર્જ, ભો ભાડા, સ્ટ્રીટ લાઈટ ચાર્જ વગેરેમાં કરદર વધારો કરવામાં આવ્યો છે જેનાથી રૂપિયા 9 કરોડ 10 લાખની વધારાની આવક થશે. ઉપરાંત શહેરમાં અનેક નવા વિકાસ કાર્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.
જામનગર મહાનગ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઇકાલે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે રૂપિયા 1860 કરોડ ના ખર્ચનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં ઉઘડતી પુરાંત રૂ.403.19 કરોડ, મહેસુલી આવકમાં સ્વભંડોળની આવક 398.15 કરોડ અને ગ્રાન્ટની આવક 144.05 કરોડ, કેપિટલ સ્વભંડળની આવક 116.20. કરોડ, કેપીટલ ગ્રાન્ટ આવક રૂ.1008.40 કરોડ, અનામત આવક રૂ. 70.50 કરોડ અને એડવાન્સ આવક 7.10 કરોડ મળી કુલ 1744.40 અને ઉઘડતી સિલક સહ રૂ.2147.59 કરોડની આવક સામે મહેસુલી ખર્ચમાં સ્વભંડોળ ખર્ચ રૂ.474.09 કરોડ અને ગ્રાન્ટ ખર્ચ રૂ.89.01 કરોડ, કેપિટલ સ્વભંડોળ ખર્ચ રૂ.77.90 કરોડ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ રૂ.1158.40 કરોડ, અનામત ખર્ચ 55 .20 કરોડ, એડવાન્સ ખર્ચ રૂ.5.40. કરોડ મળી કુલ રૂ.1860.કરોડ ખર્ચ અને બંધ પુરાંત રૂ.287.59 કરોડ દર્શાવાઈ છે.
પ્રાથમિક સુવિધાના કામો પૈકી પાણી પુરવઠાના રૂ.87 કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં હાલ સુધીમાં રૂપિયા 62 કરોડ નો ખર્ચ થયેલ થયો છે. તેમાં મુખ્યત્વે નવા ભળેલા વિસ્તારોમાં 30 કી. મી.ની પાઇપલાઇન અને વાલ જોઈન્ટ રિપ્લેસમેન્ટનું કામ રાઈઝિંગ મેઈન પાઇપલાઇન નું કામ, નાઘેડી માં.30 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ ઈએસ આર ,6 કિમી ની પાઇપ લાઇન ના કામનો સમાવેશ થાય છે.
ગંદા ઘર વપરાશના પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે રૂપિયા 100 કરોડના કામ પૈકી 100 કરોડના કામો પૂર્ણ થયા છે. શહેરના માર્ગોને રોશનીથી સુશોભિત કરવાના રૂ. 2.30 કરોડના કામ પૈકી 1 કરોડના કામ પૂર્ણ થયેલ છે.
રીન્યુવેબલ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત સોલાર પેનલ ફીટીંગ અને સોલાર એનર્જી જનરેશનના 6 કરોડ પૈકીના 3.83 કરોડના કામો પૂર્ણ થયા છે. લાલપુર બાઈપાસ જંકશન ઉપર સિક્સલેન એલિવટેડ બ્રિજ, ઠેબા.બાયપાસ બીજ, અને સમર્પણ બ્રિજ સૈનિક ભવન પાસે રેલવે ઓલ બ્રિજ અને રંગમાંથી નદી પર ફોરલેન રિવર બ્રિજના રૂપિયા 312.95 કરોડના કામો પ્રગતિમાં છે. આ ઉપરાંત સ્પોર્ટ કોમ્પ્લેક્સ કામગીરી ઇ બસ ડેપો સહિતના કામો પૂર્ણ કર્યા હોવાનું બજેટમાં જણાવ્યું છે.
જ્યારે શહેરમાં નવું ઇલેક્ટ્રીક સ્મશાન બનાવવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું કામ પ્રગતિમાં છે. આગામી નાણાકીય વર્ષમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવાનો આયોજન દર્શાવાયું છે.
જેમાં પાંચ મુખ્ય રસ્તાઓ ડામર કાર્પેટ, રૂપિયા 19.60 કરોડના ખર્ચે રેલવે અંડર બ્રિજ, ખંભાળિયા બાયપાસ જંકશન પાસે ફ્લાય ઓવર બ્રિજ , રીવર બ્રીજ , માઇનોર બ્રીજ સહિતના કામનો સમાવેશ થાય છે. ઉપરાંત શહેરમાં હાલે એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે જેમાં છ ઝોનમાં દૈનિક પાણી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે જ્યારે બાકી રહેતા ઝોન માં દૈનિક પાણી વિતરણ કરવા માટેનું આયોજન છે.
આ ઉપરાંત ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, સિટી લોજિસ્ટિક પ્લાન, લાઇબેરી આવાસ યોજનાના મકાનો, રાત્રી બજાર, મુખ્ય શાક માર્કેટ વગેરે નું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરની આગવી ઓળખ એવા દરબારગઢ, એક દાંડીઓ મહેલ, બર્ધન ચોક, માંડવી ટાવર વગેરે જેવા ઐતિહાસિક સ્મારકોના રેસ્ટોરેશન અને ક્નવેઝર્વેશન, હેલ્થ સેન્ટર, વગેરેનું પણ આયોજન કરાયું છે .
શહેરની હદ વધી છે અને દિનપ્રતિદિન વસ્તી વધારો થતો જાય છે ત્યારે લોકોને સુવિધા પૂરી પાડવા માટે વધારાના આર્થિક ઉપસ્થિત થયા હોય આજે કેટલાક કરદરમાં વધારો સૂચવાયો છે. જેમાં પાણી વેરામાં રૂપિયા 1400 ના બદલે રૂપિયા 1500 સુચવાયા છે. તેમજ ભો ભાડા 10 ટકા , કારખાના લાયસન્સ ફ્રી માં 10 ટકા, જાહેરાતના દરમાં 10 ટકાનો વધારો સૂચવાયો છે.
સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં રહેણાંક મિલકત માં રૂપિયા 25 ના બદલે રૂપિયા 50, બિન મિલકતમાં 50 ના બદલે રૂપિયા 100 તથા ઇન્ડસ્ટ્રીયલ મિલકતમાં 100 ના બદલે રૂ.200 વસુલવા કરવામાં આવી છે તેવી જ રીતે ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં રહેણાક માં 1200 ના બદલે 1500 જ્યારે બિનજરેણામાં 2500 ના બદલે 3000 વસુલવા સચવાયા છે.
રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્ક તથા રણજીતસાગર પાર્ક તથા સીટી મ્યુઝિયમ ની એન્ટ્રી ફી માં પાંચ રૂપિયા નો વધારો કરવા દરખાસ્ત કરાઈ છે તેમજ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા લેઝર શોમાં 15 રૂપિયા નો વધારો કરવા દરખાસ્ત કરવામાં આવી છે .જ્યારે જોગિંગ અને વોકિંગ માટે ઇન ઇવનિંગ પાસમાં સો રૂપિયા નો વધારો દર્શાવાયો છે. સ્ટ્રીટ લાઈટના ઘરમાં પણ સો રૂપિયા નો વધારો સૂચવ્યો છે. આ કરદર.ની વધારા થી રૂપિયા 9 કરોડ 10 લાખ ની આવક વધશે.
જામનગર મહાનગરપાલિકાની તા.30/11/25 સ્થિતિ એ રૂ.102701.69 લાખની જવાબદારી દર્શાવાઈ છે. જ્યારે તા.26/1/26 ની સ્થિતિ એ રૂ.84888.64 લાખની વસૂલાત બાકી હોવા નું દર્શાવાયું છે. જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા રૂપિયા 550 કરોડ 90 લાખ 64 હજાર 245ની વસૂલાત દિવસ બાકી છે. તેવી જ રીતે વોટર વર્કસ ની પણ રૂ.142 કરોડ 49 લાખ 78 હજાર ,637 ની બાકી વસૂલાત દર્શાવાઈ છે.
આમ જામનગર મહાનગર પાલિકા ના કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર આજે રજૂ થયું છે. હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેમાં સુધારા વધારા કરી ને મંજૂરી માટે સામાન્ય સભા માં રજૂ કરવામાં આવશે.
લાલપુર બાયપાસ રોડ પર 105 કરોડના ખર્ચે રીજીયોનલ ક્નવેન્સનલ સેન્ટર બનાવાશે. 2.500 લોકો સુધીની ક્ષમતાવાળુ અધતન મલ્ટી પર્પઝ સેન્ટર(હોલ) (ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરની તર્જ પર) બનાવાશે. 78 અને 79 વિધાનસભા વિસ્તારમાં અનુક્રમે રૂા. 15-15 કરોડના ખર્ચે ઇ લાયબે્રરી બનાવાશેશહેરમાં 10 કરોડના ખર્ચે ચિલ્ડ્રન ટ્રાફિક અવેરનેસ પાર્ક બનાવાશે હાપા માર્કેટીગ યાર્ડ વિસ્તારમાં પ્રાઈમ લોકેશન પર બે વર્ષમાં રૂા. 219.30 કરોડના ખર્ચે નવા ઇડબલ્યુએસ-1 અને 2 ટાઇપના 1600 આવાસ,ખંભાળિયા રોડ, લાલપુર રોડ તથા હાપા વિસ્તારમાં રૂા. 15 કરોડના ખર્ચે સ્પોટર્સ ગ્રાઉન્ડ બનાવાશે.
શહેરની સુભાષ શાક માર્કેટ રી ડેવલપમેન્ટ કરવાનુ આયોજન,ચાર ઝોનમાં હોકર્સ ઝોન અને રાત્રી બજાર ડેવલપ કરાશે. ખંભાળીયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ જંકશન) પાસે રૂા. 135.70 કરોડના ખર્ચે ફોર લેન ઓવર બ્રિજ,અન્નપૂર્ણા જંકશન પાસે નાગમતી મદી પર હૈયાર કોઝ વેની જગ્યાએ રૂા. 20 કરોડના ખર્ચે નવો ફોર લેન રીવર બ્રિજ, કલ્યાણચોકથી મોરકંડા રોડ પર નાગમતી નદી પર હૈયા કોઝ વેની જગ્યાએ 10 કરોડના ખર્ચે નવો ફોરલેન રીવર બ્રિજ, શહેરના જુદા જુદા વિસ્તારોમાં દાદા દાદી ગાર્ડન બનાવાશે.જુદા જુદા ઝોનમાં શહેરી વન બનાવાશે.
શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોણ અને ગ્રીન સ્પેશમાં વધારો કરવા એક લાખ વૃક્ષોના વાવેતરનુ આયોજન,શહેરના બેડી ગેઇટ, જ્ઞાન શક્તિ અને દરબારગઢ ખાતે જંકશન ઇમ્પ્રુવમેન્ટની રૂા. 0.75 કરોડના ખર્ચે કામગીરીવિલિંગ્ટન ક્રેસન્ટ(દરબાર ગઢ), એક દાંડીયો મહેલ, બર્ધન ચોક ફસાડ અને માંડવી ટાવર ફસાડ સહિત ઐતિહાસીક સમારકોના રેસ્ટોરેશન ક્નઝર્વેશન રૂા. 20 કરોડના ખર્ચે કરવા સહિતના આયોજનોનો સમાવેશ કરાયો છે.
એજયુકેશન શેષ, લેબર વેલ્ફેર શેષ આવક-06 પૈસા, ઓકટ્રોય ગ્રાન્ટ આવક-07 પૈસા, અન્ય ગ્રાન્ટ આવક-19 પૈસા અને અન્ય આવક મળી 100 પૈસાની આવક સામે એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ(સ્ટાફ) 20 પૈસા, એસ્ટાબ્લીશ ખર્ચ(સફાઈ)-27પૈસા, એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ (JMTS)-01 પૈસા, વહીવટી ખર્ચ-2, મરામત-નિભાવ ખર્ચ-15 પૈસા, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ-16 પૈસા, એજયુકેશન શેષ અને લેબર વેલ્ફેર શેષ (સરકારમાં જમા) 5 પૈસા, નકકી પ્રોગ્રામ ખર્ચ 2, જાહેર શિક્ષણ ખર્ચ-4 પૈસા, પરચુરણ ખર્ચ 4 પૈસા અને કેપીટલ ખાતે ટ્રાફન્સફર ખર્ચ 3 પૈસા વપરાશે.
શહેરમાં દિવાળી પર્વથી દૈનિક પાણી વિતરણ મનપા દ્વારા શરૂ કરાયુ હતુ જેમાં જુદાજુદા છઝીનમાં હાલ રોજીંદુ પાણી વિતરણ થઇ રહયુ છે.લગભગ 70 ટકા વિસ્તારમાં દૈનિક પાણી વિતરણ શરૂ થયાનુ જણાવી આગામી ચાર-છ માસમાં નાઘેડી સંપ, ફિલ્ટર સ્ટેશન અને ઈએસઆર સંબંધિત કામગીરી પુર્ણ થયા બાદ તમામ વિસ્તારો દૈનિક પાણી વિતરણમાં આવરી લેવાશે તેમ કમીશ્નર મોદીએ જણાવ્યું હતું.આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા,સીટી ઈજનેર ભાવેશ જાની, આસી.કમિશનર ટેક્સ જીગ્નેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.

0 Comments
Post a Comment