જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમીતિના 47 કર્મચારીઓને કાયમી ગણીને તેના હક્ક-હિસ્સાના પગાર ઈજાકા ચુકવવાના કેસમાં કર્મચારીઓ અને મ્યુ. કોર્પોરેશન વચ્ચે લેખિત સમાધાન કરવા અને હાઈકોર્ટ સગલ રજુ કરવા ફેબ્રુઆરી-2025માં હાઈકોર્ટે નિર્દેશ આપ્યા બાદ મ્યુ. જનરલ બોર્ડે સર્વાનુમતે કર્મચારીઓના હક્ક હિસ્સા ચુકવવાની મંજુરી આપ્યા પછી હવે સમાધાનના સોગંદનામા પણ થઈ ચુક્યા છે. પરંતુ હાઈકોર્ટમાં મહાનગરપાલિકા તરફે હાજર થવામાં થતી ઢીલના કારણે જેના સમાધાનના પેપર્સ તૈયાર છે. તેવા 25 પટ્ટાવાળાઓને હક્કના નાણાના રૂ.9 કરોડ જેટલી રકમ મળી શકતી નથી. તેથી તેઓની હાલત કફોડી બની છે.
માસમાં હાઈકોર્ટએ આપેલા નિર્દેશ પછી મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ અને 47કર્મચારીઓમાંથી 25 પટ્ટાવાળાઓ વતી કેસ લડતા મજુર મહાજન સંઘ વચ્ચે તા.14 નવેમ્બર-2025ના રોજ સમાધાનના સહિ-સિક્કા કરવામાં આવ્યા હતા.

જે હાઈકોર્ટમાં કર્મચારીઓને રૂ.7,500 જેટલો જ પગાર સંકળાયેલા લોકો જણાવે છે. તંત્ર પાસેથી જા પણ કર્મચારીઓના માટે લેણા બન્યા છે. વર્ષની લેણી રકમ જે રૂ.9.50 કરોડ હતી. આડોડાઈને કારણે સરકારની તિજોરી ઉ-ઓર્ડરની પણ અવમાનના થઈ રહી હોય તે મંજુરી માટે મુકાયા બાદ હાઈકોર્ટની મંજુરી મળ્યે કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી આ પચ્ચીસ પટ્ટાવાળાઓને માથાદીઠ રૂ.2પ થી 30 લાખ જેટલી હક્કની રકમના પ0 ટકા તંત્ર દ્વારા વહેલી તકે મળી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.

આ ઉપરાંત તા.31 માર્ચ સુધીમાં બાકીના બીજા નાણા પણ તંત્ર ચુકવી શકે તેમ છે. પરંતુ જાણવા મળતી વિગતો મુજબ મજુર મહાજન સંઘ અને કર્મચારીઓ ના વકીલો હાઈકોર્ટ પહોંચ્યા પછી કોર્પોરેશન તરફે કોઈ અધિકારી ઉપસ્થિત રહેતા ન હોવાની કર્મચારી  તરફે ફરિયાદ ઉઠી રહી છે. ઉલ્લેખનિય કે, કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના ચુકવણાના ફટાફટ ચેક બની શકતા હોય તો કર્મચારીઓના હક્કના અને કોર્ટ આદેશ મુજબના નાણા ચુકવવામાં થતી ઢીલ કર્મચારીઓ પ્રત્યે ક્રુરતા બની છે. ઘણી ખરાબ આર્થિક સ્થિતિમાંથી વર્ગ ચારના આ કર્મચારીઓ ગુજરી રહ્યા છે. તેમ સુત્રો જણાવે છે.ઉલ્લેખનિય છે કે, કર્મચારીઓનો પ્રશ્ન એટલો લાંબો ચાલ્યો કે 25 પટ્ટાવાળાઓમાંથી બે મૃત્યુ પામ્યા છે અને 4 રીટાયર થઈ ચુક્યા છે. અમુક રીટાયર થવાને આરે છે.