જામનગર મોર્નિંગ,6/1 જામનગર : જામનગરના માધાપુર (ભુંગા) માં જુગાર રમતાં છ શખ્સને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લઇ અન્ય બે શખ્સને ફરારી જાહેર કરી રુપીયા 940 ની રોકડ કબ્જે લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગરના માધાપર (ભુંગા) માં જાહેરમાં રોનપોલીસ નામનો તીનપત્તીનો જુગાર રમતાં સંજય રમેશભાઇ સોયગામા, સંજય ચંદુભાઇ ઠાકોર, વિજય ધીરુભાઇ, અજય ભુપતભાઇ સોયગામા, સંજય લાલજીભાઇ, બાબુભાઇ મગનભાઇ નામના છ શખ્સને બેડી મરીન પોલીસે ઝડપી લઇ રુપીયા 940 ની રોકડ રકમ કબ્જે કરી હતી, દરોડા દરમ્યાન જુનસ ભગાડ અને કલો જાડીયો નામના બંને શખ્સ નાસી જતાં ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.