જામનગર મોર્નિંગ - 7/1 જામનગર : જામનગર પંથકમાં સ્વાઈનફ્લુના રોગે ફરીથી દેખા દીધી છે પોરબંદરની એક પ્રસુતા સ્વાઇનફલુ પોઝિટિવ થતા જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે દરમ્યાન વધુ એક વૃધ્ધ મહિલાઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા બેની થઇ છે. 
જામનગર તાલુકાના મોરકડાં ગામમાં રહેતી એક પ્રૌઢ મહિલાને તાવ-શરદી-ઉધરસની બીમારીના કારણે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના લોહીના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા જેનો સ્વાનફલુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણીને સ્વાઈનફ્લુના આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલ જી.જી. હોસ્પિટલમાં સ્વાઇનફલુના બે દર્દીઓ સારવાર હેઠળ છે આરોગ્ય તંત્ર દ્વારા મોરકડાંમાં આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરવામાં આવી છે.