જામનગર મોર્નિંગ - ૧૧/૦૧ દ્વારકા : દ્વારકામાં પુરઝડપે ચલાવવા અંગે વાહનચાલક અને ખંભાળીયામાં ટ્રાફીકને અડચણરુપ રેંકડીધારકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ દ્વારકામાં રબારી ગેઇટ પાસેથી પુરઝડપે જીજે-10-ટીટી-5947 નંબરની રીક્ષા ચલાવી જતાં રસીદ જીલાનીભાઇ ખલીફાની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી.
જ્યારે ખંભાળીયામાં ઇબ્રાહીમ હુશેન રીંડાણી, રાકેશ સોમાભાઇ રાઠોડ, જતીન પરસોતમ સંચાણીયા, હરસુર ગોદળભાઇ ચાનપા વગેરેએ ટ્રાફીકને અડચણકર્તા રેંકડીઓ રાખતા તમામની પણ સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી.