જામજોધપુર તાલુકાના નરમાણા ગામનો આરોપી રાજકોટ જેલમાંથી પેરોલ પર રજા મેળવી ફરાર થઇ જતા જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ ઝડપી લઇ રાજકોટ જેલ ખાતે સોંપી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામજોધપુર તાલલુકાના નારમાણા ગામે રહેતો રમેશભાઈ નાથાભાઈ વાલવા નામનો શખ્સ આઇપીસી કલમ 302, 120બી ના ગુન્હામાં રાજકોટ જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યો હતો તે દરમ્યાન દસ દિવસની પેરોલ પર રજા મેળવી બાદ ફરાર થઇ ગયેલ હોય તેની બાતમી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડને મળતા ઉપરોક્ત આરોપીને રૈયા ચોકડી પ્રમુખ હાર્ડવેર, રાજકોટ ખાતે ઉભો હોય ત્યાંથી ઝડપી લઇ રાજકોટ જિલ્લા જેલ ખાતે સોંપવામાં આવેલ હતો.
આ કાર્યવાહી પીએસઆઇ કે.કે.ગોહિલ તથા સ્ટાફના વનરાજસિંહ વાળા, હંસરાજભાઇ પટેલ, ચન્દ્રસિંહ જાડેજા, ગજેંન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, અરજણભાઈ કોડિયાતર, કાસમભાઈ બ્લોચ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment