વકીલની ડાયરી - એઝાદ માજોઠી

જામનગર ની જી.જી. હોસ્પિટલ ના ડિલીવરી વોર્ડ ની બારે બાકડા પર બેઠા હતા. બચુભાઈ ગોહિલ ચેહરા પર ચિંતા ના વાદળો છવાયેલા હતા. કેમ કે બચુભાઈ ની પત્ની પ્રેમિલાબેન ડિલીવરી વોર્ડ માં બાળક ને જન્મ આપવાના હતા. આ અગાઉ પ્રેમીલાબેન ને ગર્ભ રહેતા જ કસુવાવડ થઇ જતી હતી. એટલે જ બચુભાઈ ગોહિલ બાળક પ્રત્યે ચિંતા ચહેરા પર દેખાઈ આવતી હતી. તેટલામાં જ ડિલીવરી વોર્ડ માથી નર્સ નીકળી અને બચુભાઈ ગોહિલ ને કહેલ કે બાબો આવ્યો છે પરંતુ તેનામાં જીવ નથી. તેટલું સાંભળતાજ  બચુભાઈ પડી ભાંગેલા. મન માં સાઈ ભગવાન નું નામ જપ્યા કરે અને મીઠી ફરિયાદ કર્યા કરે મારી સાથે આવું કેમ બનેલ. ત્યારે સાઈ ભગવાને તેમની વાત સીધી સાંભડેલ હોય તેવો ચમત્કાર બનેલ .મોટા ડોકટરો આવેલ અને નર્સ ને કહેલ કે હમણા  જે બાળક નો જન્મ થયેલ એ ક્યાં છે. નર્સ એ જવાબ આપેલ તેનામાં જીવ ન હતો તેથી તેને અલગ ટેબલ પર રાખેલ છે. ડોકટરે તે બાળક ને હાથ લીધો અને પાછળ ના ભાગે મારતા જ બાળક ના રડવાથી આખો ડિલીવરી વોર્ડ ગુંજી ઉઠેલ.બચુભાઈ ગોહિલ એ સાઈ ભગવાન નો આભાર માની ને હર્ષ ના આશુ સાથે પોતાના પુત્ર હાથ માં ઉચકી લીધો. આ ઘટના તારીખ ૦૯/૧૨/૧૯૬૨ ની છે. પિતા બચુભાઈ ગોહિલ અને માતા પ્રેમિલાબેન ના જીવન નો આ યાદગાર પ્રસંગ હતો. પિતા બચુભાઈ ગોહિલ એ પત્ની પ્રેમીલાબેન ને કહેલ કે આપણા પુત્ર નું નામ શું રાખીશું  પત્ની પ્રેમીલાબેન એ જવાબ આપેલ કે આપણા મુખ પર ચિંતા ના વાદળો દુર કરી હસતો મુખ કરેલ છે. તેથી આનું નામ હસમુખ રાખીશું. પિતા બચુભાઈ અને માતા પ્રેમિલાબેન એ પોતાના બાળક નું નામ “હસમુખ” રાખેલ. માતા પ્રેમીલાબેન ની વાત ભવિષ્ય માં સાચી પડવાની હતી.                       
                        હસમુખ બચુભાઈ ગોહિલ એ પોલીસ વિભાગ માં ભરતી થયેલ. પ્રથમ પોસ્ટીંગ કલ્યાણપુર પોસ્ટીંગ થતા જ થોડા સમયમાં જ કાયદા અને પોલીસ વિભાગ માં અલગ છાપ ઉભી કરેલ . કાયદા બાબતે કહો કે પોલીસ વિભાગ બાબતે તેની પાસે દરેક વિષય પર મહારથી મેળવેલ. ખુબજ સારી કામગીરી જોતા તેના ઉપલી અધિકારી દ્વારા તેમને જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ માં પોસ્ટીંગ આપેલ.
સાલ ૧૯૯૩ જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ માં ફરજ બજાવતા હસમુખ બચુભાઈ ગોહિલ ને બાતમી મળેલ આ બાતમી એક મોટી ઘટના બનવાથી ટળી જાઈ તેવી હતી. બાતમી હતી એકે૪૭ ની જે હથિયાર હજુસુધી પોલીસ કર્મચારી કે અન્ય વિભાગો ફાળવવામાં આવેલ ન હતું.  આ બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચ ના પોલીસ કર્મચારી હસમુખ બચુભાઈ ગોહિલ ને મળેલ . બાતમી મળતા જ હસમુખભાઈ એ પોતાના ઉપરી અધિકારી ને જાણ કરતા બાતમી મળેલ સ્થળ પર દરોડો પાડતા એકે૪૭ મળેલ અને તે કબજે કરવામાં આવેલ.  આ હથિયાર થી ઘણા બધા નિર્દોષ લોકો ના પ્રાણ ચાલ્યા જાત જે હસમુખભાઈ ને મળેલ બાતમી દ્વારા નિષ્ફળ બનેલ. અને આરોપી ને ટાડા ના ગુન્હા અન્વયે સજા ફરમાવવા માં આવેલ. ત્યારબાદ હસમુખભાઈ ની નિમણુક એ.ટી.એસ માં કરવામાં આવેલ જે પ્રથમ પોસ્ટીંગ હતી. એ.ટી.એસ.માં જોડાણા બાદ પુરા ભારત માંથી હથિયાર પકડવાની  સારી એવી કામગીરી બજાવેલી. ત્યારબાદ આર.આર.સેલ. માં ફરજ બજાવેલ તેમાં પણ પ્રથમ પોસ્ટીંગ હતી. પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ કાર્યક્રમ માં તેઓ એ ભાગ લીધેલ અને તેમાં પણ સારા ક્રમાંક મેળવેલ. હસમુખભાઈ દાન કરવામાં પણ પાછા ન પડતા તેઓ દાન બાબતે પણ તેઓ સૌથી આગળ રહેતા.જામનગર ના એક ખૂન કેસ માં આરોપી ની સઘરી તપાસ માં મહત્વ ની ભૂમિકા ભજવેલ જે ખૂન કેસ ના આરોપી ને ફાંસી ની સજા ફટકારવામા આવેલ . તે બદલ તેને ઇનામ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલ . અત્યાર સુધી  હસમુખભાઈ બચુભાઈ ગોહિલ ને પોલીસ વિભાગ દ્વારા ૪૫૦ થી ૫૦૦ જેટલા ઇનામ આપવામાં આવેલ છે.
માતા પ્રેમીલાબેન એ પુત્ર હસમુખ પર વરસાવેલ આ પ્રેમ નો જ પરિણામ હતો કે હસમુખભાઈ બચુભાઈ ગોહિલ ને રાષ્ટ્પતિ એવોર્ડ થી વિરાજમાન કરવામાં આવેલ. પ્રથમ વખત ખાતાકીય પરીક્ષા આવેલ અને તે ઉતીર્ણ કરી પી.એસ.આઈ. બની ગયેલ.
                માતા પ્રેમિલાબેન નું આયુષ્ય સો વર્ષ ઉપર થઇ ગયેલ.  એક દિવસ માતા પ્રેમીલાબેન એ પોતાના પુત્ર હસમુખ ને બોલાવી અને કહેલ કે “ બેટા હસમુખ મારું આયુષ્ય આટલું બધું થવાનું કારણ શું છે ખબર છે ? હસમુખ કહેલ ના ‘ એનું કારણ એકમાત્ર તું છે તે મને પૂરી જીંદગી હાથ ની હથેળી એ રાખી છે. અત્યાર ના યુગ માં માં-બાપ પુત્ર માટે બોજ હોય છે.  પણ હસમુખ તે તારી નોકરી માં પણ આગળ પડતો રહ્યો અને પુત્ર પ્રત્યે ની ફરજ માં પણ , તારા જેવો પુત્ર મને દરેક જન્મ માં મળે એવું સાઈ ભગવાન પાસે માગું છું.”  માતા પ્રેમીલાબેન પુત્ર હસમુખ ના માથા પર હાથ ફેરવતા કહેલ કે બેટા મારી એક આખરી ઈચ્છા એ છે કે જયારે હું સ્વર્ગવાસ થાઉં ત્યારે મારી અંતિમ વિધિ બેન્ડ બાજા સાથે કાઢજે  કેમ કે દુનિયા ને દેખાડવા માંગું છું કે મારા પુત્ર હસમુખ એ મને પૂરી જીંદગી હાથ ની હથેળી એ રાખી છે. હસતા ચહેરે હું સ્વર્ગવાસ થાઉં છું.તારીખ ૧૪-૦૬-૨૦૧૭ ના રોજ માતા પ્રેમીલાબેન સ્વર્ગવાસ થયેલ ત્યારે તેની અંતિમવિધિ બેન્ડ બાજા સાથે કાઢેલ અને જામનગર ના ગાંધીનગર વિસ્તાર ના લોકો જોતા રહી ગયેલ.

( હાલ હસમુખભાઈ બચુભાઈ ગોહિલ જુનાગઢ પી.એસ.આઈ.તરીકે ફરજ બજાવે છે. હું તેના પરિવાર ના દરેક સુખ દુખ ના તમામ પ્રસંગો માં મારી હાજરી હોય છે.)