જામનગર મોર્નિંગ - દ્વારકા : કલ્યાણપુરના દારુ પ્રકરણમાં નાસતા-ફરતા શખ્સને આર.આર. સેલની ટીમે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં આજથી આશરે છ માસ પૂર્વે અંગ્રેજી દારૃના પ્રકરણમાં જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામના રાજુ પોલાભાઇ કોડીયાતર નામના શખ્સનું નામ ખુલ્યું હતું, આ ફરારી આરોપીને ઝડપી લેવા રાજકોટ રેન્જની નાસતા-ફરતા આરોપીઓ માટેની ખાસ સ્ક્વોડના સજુભા જાડેજા તથા ડી.ડી. પટેલ, નવલદાન ગઢવી, અક્ષયરાજસિંહ દ્વારા ઉપરોક્ત આરોપીને ભાટીયાના ત્રણ રસ્તા પાસેથી ગત રાત્રે ઝડપી લઇ, વધુ તપાસ અર્થે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.