સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને જામનગર એસઓજીએ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં સંડોવાયેલ મહાવીરસિંહ રામસંગજી વાળા નામનો શખ્સ દસ દિવસના જામીન મેળવેલ હોય ત્યારબાદ નાસ્તો ફરતો હોય અને ગઈકાલે જામનગર એસઓજીને બાતમી મળતા આ શખ્સને બાપા સીતારામ મઢુલી, જામનગર પોતાના ઘરેથી ઝડપી લઇ સીટી બી પોલીસમાં સોંપવામાં આવેલ છે. 
આ કાર્યવાહી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એચ.બી.ગોહિલ, તથા સ્ટાફના સુખદેવસિંહ જાડેજા, જ્ઞાનદેવસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, દિનેશભાઇ સાગઠીયા, હિતેષભાઇ ચાવડા, અનિરુધ્ધસિંહ ઝાલા, મયુદીનભાઈ સૈયદ, દોલુભા જાડેજા, અશોકભાઈ સોલંકી, સોયબભાઈ મકવા, રમેશભાઈ ચાવડા, રવિભાઈ બુજડ, લાલુભા જાડેજા, દયારામભાઈ ત્રિવેદી અને સહદેવસિંહ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.