જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં મસમોટી ખૂલ્લી ગટર-કેનાલના કારણે તેમાં ખાબકતાં એક ખુંટિયાનો ભોગ લેવાયો હતો.
મળતી વિગત મુજબ જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં એસોસિએશનની ઓફિસ નજીક મસમોટી ગટર ખૂલ્લી છોડી દેવામાં આવી છે. ગઇકાલે સવારે બે ખુંટિયાઓ આ ગટર પાસે બાખડયા હતા જેમાં એક ખુંટિયો ખૂલ્લી ગટરમાં પડી ગયો હતો. લગભગ બે કલાક સુધી આ ખુંટિયો ફસાઈ રહ્યો હતો. આખરે વિશ્વ હિન્દુ પરિષદ અને જીવદયાપ્રેમીએ મશીનરીનો ઉપયોગ કરીને આ ખુંટિયાને બહાર કાઢયો હતો, પરંતુ આ ખુંટિયાનો જીવ બચાવી શકાયો ન હતો તેનું માથું ફસાઈ જતાં તે મોતને ભેટયો હતો. ખૂલ્લી ગટર-કેનાલના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધવા પામ્યો છે. પરિણામે શ્રમિકો પણ બીમારીમાં સપડાઈ રહ્યા છે. સંબંધિત તંત્ર દ્વારા ખૂલ્લી ગટરો ઢાંકવામાં નહીં આવે તો ભવિષ્યમાં માનવ જાનહાની થવાની પણ શક્યતા છે.