જામનગરમાં પાંચ મોટરસાઈલની ચોરી કરનાર કાયદાથી સંઘર્ષીત કિશોર ઝડપાયો
મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયો : 90 હજારનો મુદામાલ કબ્જે
જામનગર મોર્નિંગ. જામનગરમાં સમયાતંરે જુદી-જુદી જગ્યાએથી પાંચ મોટરસાઇકલ ચોરી કરનાર કાયદાથી સંઘર્ષીત કિશોરને એલસીબી પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબજામનગર જિલ્લા પોલીસવડા શરદ સિંઘલની સુચનાથી એલસીબીએ બાતમીના આધારે જામનગરના રામનગર નવા આવાસ પાછળ રહેતા કાયદાથી સંઘર્ષીત કિશોરના મકાનમાંથી ચોરી કરેલ રૂ. 90 હજારની કિંમતના પાંચ મોટરસાઇકલ સાથે મળી આવતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી પુછપરછ હાથ ધરતા આજથી દોઢ મહિના પહેલા ગોકુલનગર સોઢા ક્લાસીસની બાજુમાંથી જીજે 4 એઆર 1831, એકાદ મહિના પહેલા સમર્પણ સર્કલથી અન્ડર બ્રીજ તરફ જતા રોડ પર પાર્કીંગમાંથી જીજે 5 જીબી 6240, વિસ દિવસ પહેલા ગોકુલનગર સાયોના વાડી ગલીમાંથી જીજે 10 બીડી 0570, આજથી આઠ દિવસ પહેલા આ જ વિસ્તારમાં ઈન્દીરા રોડ ઉપરથી જીજે 10 એજે 1777 અને ત્રણેક દિવસ પહેલા ખોડિયાર કોલોની સંતોષીમાતાના મંદિર પાસેથી જીજે 10 સીએ 5316 નંબરના પાંચ મોટરસાઇકલ ઉઠાંતરી કર્યા હોવાની કબુલાત આપી હતી. ઝડપાયેલા કાયદાથી સંઘર્ષીત આ શખ્સ પોતાના મોજ શોખ પુરા પાડવા માટે વાહનચોરી કરતો હોવાની કબુલાત આપી હતી.
આ કાર્યવાહી પી.આઈ. આર.એ.ડોડીયા, પીએસઆઇ વી.વી.વાગડીયા, કે.કે. ગોહીલ, આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, સંજયસિંહ, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઇ ભોચીયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment