જામનગર મોર્નિંગ - દ્વારકા : કલ્યાણપુર નજીક બાઈક સ્લીપ થતાં વિપ્ર યુવાનનું મૃત્યુ નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે, આ બનાવ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ચેતનભાઇ રમેશચંદ્ર આરંભડીયા નામના ત્રીસ વર્ષના યુવાન તેમના મોટર સાયકલ પર બેસીને વડત્રા ગામેથી રાણ ગામે જઇ રહ્યા હતા, ત્યારે એકાએક તેમનું મોટર સાયકલ સ્લીપ થતાં તેમને ગંભીર હાલતમાં વધુ સલારવાર માટે જામનગરની જી. જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઇ પરેશભાઇ આરંભડીયાએ સ્થાનિક પોલીસને જાણ કરી છે.