જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં
ડીકેવી નજીક કાર ચાલકે પ્રૌઢને ઠોકર મારી ઇજા પહોંચાડવા સબબ ફરિયાદ
નોંધાવતાં સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી
વિગત મુજબ જામનગરના મોટી ખાવડી ગામે જીએસએફસી કોલોનીના ક્વાર્ટરમાં રહેતા
ધર્મેન્દ્રભાઈ પરષોત્તમભાઇ જોખીયા નામના 57 વર્ષના પ્રૌઢ જામનગરમાં ડીકેવી
સર્કલથી આગળ ગુરુદત્તાત્રય મંદિર પાસેથી પગપાળા જતા હોય દરમ્યાન પાછળથી
જીજે 7 એજી 7898 નંબરના કારચાલકે તેઓને ઠોકર મારી પછાડી દઈ કમરના તથા પગના
અંગુઠાના ભાગે ઇજા પહોંચાડી નાસી જતા આ બનાવ અંગે કાર ચાલક સામે
ધર્મેન્દ્રભાઈ જોખીયા દ્વારા સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાય છે.
0 Comments
Post a Comment