કુલ મળી રૂ. 32000 માલમતા ઝબ્બે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના સિક્કામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સને દરોડા દરમિયાન સ્થાનિક પોલીસે રૂ. 32000ની મતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગરના સિક્કા ગામ નજીક જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ઇરદીશ દાઉદભાઈ મેપાણી, અનવર જાકુબ ભાયા, અબ્બાસ જાકુબ ભાયા, ઉમર સુલેમાન જાયણ, આમદ હારૂન મેપાણી અને જીતેન્દ્રસિંહ દેવુભા ક્યોર સહિત છ શખ્સને સિક્કા પોલીસે ઝડપી લઇ સ્થળ પરથી કુલ મળી રૂ. 31900ની માલમતા કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.