અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય લગ્ન કરી લેવાનું જણાવી દુઃખ-ત્રાસ આપતો હોવાની ફરિયાદ
કલ્યાણપુરના હર્ષદ બંદર ખાતે રહેતી પરિણીતાને અન્ય સ્ત્રી સાથે પતિને સંબંધ હોય આથી ઉશ્કેરાઇ જઇ તેણી સાથે લગ્ન કરી લેવાનું જણાવી પત્નીને મારકૂટ કરતાં અને મારી નાંખવાની ધમકી આપતાં આ બનાવ અંગે સ્થાનિક પોલીસમાં પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ કલ્યાણપુરના હર્ષદ બંદર ખાતે રહેતી નસીમાબેન સુલેમાન પટેલીયા નામની પરિણીતાને પતિ સુલેમાન નામના શખ્સે મુંઢ મારકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તેણીએ પતિ વિરુધ્ધ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નસીમાબેનને પતિ સુલેમાને પોતાને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોય અને તેણી સાથે લગ્ન કરી રહેવા માંગતો હોય તેની ના પાડતાં ઉશ્કેરાયેલા પતિએ શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપી તેણીને મારકૂટ કર્યાનું પોલીસમાં જાહેર થયું છે, આ બનાવ અંગે સુલેમાન સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.