જામનગરમાં ઈંગ્લીશ દારૃની મહેફીલ માણતાં ચાર શખ્સ પોલીસના હાથે ઝડપાયા
અડધી બોટલ ઈંગ્લીશ દારૃ પોલીસે કબ્જે લીધો
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ઇંગ્લીશ દારુની મહેફીલ માણતાં ચાર શખ્સને પોલીસે ઝડપી લઇ રંગમાં ભંગ પાડ્યો હતો અને પ્રોહી. હેઠળ આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગરના પટેલ કોલોની શેરી નં. 9 ના છેડે આવેલ શાંતિનગર વિસ્તારમાં ઇંગ્લીશ દારુની મહેફીલ માણી રહેલા પ્રણવદિપસિંહ ચંદ્રસિંહ વાઘેલા, અનીરુધ્ધસિંહ ભીખુભાઈ વાધેલા, વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ વાધેલા અને ધર્મરાજસિંહ સુરેંદ્રસિંહ ઝાલા નામના ચાર શખ્સને સીટી બી પોલીસે બાતમીના આધારે ઝડપી લઇ ઇંગ્લીશ દારુની અડધી બોટલ કબ્જે કરી તમામ સામે દારુબંધી ભંગ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.