35 લાખની સ્થળપર વસુલાત 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ફેઈસ-2 વિસ્તારમાં શુક્રવારે સવારે ઇન્કમ ટેક્ષ વિભાગની જુદી-જુદી ટુકડીઓ દ્વારા બ્રાસપાર્ટની ત્રણ પેઢીઓ ઉપર સામુહિક રીતે દરોડાઓ પાડ્યા હતા જે દરોડાની કામગીરી વહેલી સવારે 05.30 વાગ્યા સુધી ચાલી હતી જે સર્વે દરમ્યાન બ્રસની ત્રણ પેઢીઓ દ્વારા રૂ. 3 કરોડનું ડિસ્ક્લોઝર જાહેર થયું છે અને આઈ.ટી. વિભાગ દ્વારા રૂ. 35 લાખની સ્થળ પરજ વસુલાત કરવામાં આવી છે. 
જામનગરના ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા શુક્રવારે સવારે 11.00 વાગ્યે જી.આઈ.ડી.સી. ફેઈસ-2માં આવેલી જય મેટલ કાસ્ટ આદિનાથ એક્સટ્રુઝન નામની બ્રાસની ત્રણ પેઢીઓ ઉપર સામુહિક રીતે દરોડાઓ પાડ્યા હતા અને મોટા પાટે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરી વહેલી સવારે 05.30 વાગ્યા સુધી ચાલી હતી જેમાં ત્રણેય પેઢીમાંથી અંદાજે રૂ. 3 કરોડનું ડીસ્કલોઝર જાહેર કરાયું છે. 

આઈ.ટી. વિભાગ દ્વારા જય મેટલ કાસ્ટમાં કરાયેલી સર્વેની કામગીરીમાં 1 કરોડ રૂપિયાનું ડીસ્કલોઝર જાહેર કરવામાં આવ્યું હતું જયારે 15 લાખની ટેક્ષની રકમ સ્થળ પર વસુલ કરવામાં આવી હતી તેજ આદિનાથ એક્સટ્રુઝનમાં 1 કરોડ 10 લાખનું ડીસ્કલોઝર જાહેર કરાયું હતું અને ત્યાંથી રૂ. 10 લાખની ટેક્ષની રકમ સ્થળ પર વસુલવામાં આવી હતી આ ઉપરાંત ભવાની એક્સટ્રુઝન નામની પેઢીમાં તપાસણી સરમ્યાન રૂ. 90 લાખનું ડીસ્કલોઝર જાહેર કરાયું હતું અને ત્યાંથી પણ રૂ. 10 લાખની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી, ઇન્કમ ટેક્ષ વિભાગની આ કાર્યવાહીથી બ્રાસપાર્ટના અન્ય ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો હતો.