જામનગર મોર્નિંગ - જામનગર 

એક તરફ શહેરમાં અનેક જગ્યાએ લાઇટનો કાપ મૂકવામાં આવે છે, બીજી તરફ જામ્યુકો દ્વારા ધોળા દિવસે લાઇટો ચાલુ હોવાનું અનેકવાર જોવા મળે છે, ત્યારે આજે સાત રસ્તાથી અંબર ચોકડી સુધી ફરી એક વખત સ્ટ્રીટલાઇટો ધોળા દિવસે પણ ઝળહળતી હતી, કદાચ 'કામસર' લાઇટો બંધ કરવાનું ભુલાઇ ગયું હશે, કાં તો એવી 'કોને' ખબર હોય લોકો સમજી ગયા હશે...!!!