વર્ષ દરમ્યાન કરેલી કામગીરીનો પ્રજાને હિસાબ આપતાં ધારાસભ્ય હકુભા જાડેજા


મેયર હસમુખ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હીડોચા અને જામ્યુકોના પદાધિકારીઆે તથા શહેર સંગઠ્ઠનના હોદેદ્દારો ઉપિસ્થત રહ્યાઃ પ્રજા માટે 365 દિવસ અને 24 કલાક ખડે પગે રહેવાની વધુ એક વખત ખાત્રી આપતાં ધારાસભ્યઃ હિસાબ આપવાની પરંપરા જાળવી
ધારાસભ્ય તરીકે વર્ષ દરમ્યાન કરેલી કામગીરીનો હિસાબ આપવાની અનોખી પરંપરા શરુ કરનારા અને છેલ્લા પાંચ વર્ષથી લોકોને હિસાબ આપતાં 78-જામનગર (ઉત્તર) ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ છઠ્ઠા વર્ષની કામગીરીનો હિસાબ લોકોને આપ્યો છે, અને વધુ એક વખત લોકોની વચ્ચે રહીને લોકકાર્યો કરવા માટેની પરંપરા જાળવી રાખવાનો પુનરોચ્ચાર કરી એમના કરેલા કામ લોકો સુધી પહાેંચાડનાર મીડિયાનો એમણે આભાર માન્યાે છે.
ધારાસભ્ય હકુભા જાડેજાએ કરેલી વર્ષ દરમ્યાનની વિકાસની કામગીરીનો અપાયેલો હિસાબ નીચે મુજબ છે.
જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય તરીકે બીજી ટર્મમાં એક વર્ષ પુર્ણ થયું છે, હું પ્રજાનો આભારી છું કે પોતાનો પ્રતિનિધી બનાવીને મને લોક સેવા કરવાની ફરીથી તક આપી અને તમામે તમામ પ્રતિકુળ સંજાેગોમાં હું લોકોની સાથે રહી શક્યો. મારી બીજી ટર્મની એક વર્ષની સફળ કામગીરીનો સંપુર્ણ શ્રેય હું મારા મત વિસ્તારની પ્રજા અને મારા સાથીઆેને આપું છું. ભારતીય જનતા પક્ષના સૈાનો સાથ, સૈાનો વિકાસ સુત્રને સાચા અથર્માં ચરીતાથર્ કરી શક્યો છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના સતત માર્ગદર્શન અને લોક વિકાસલક્ષી પક્ષની નીતીને આગળ વધારી શક્યો તેનો પણ વિશેષ આનંદ છે.
ર01રમાં ધારાસભ્ય તરીકે સેવામાં પ્રવૃત થયાં બાદ 6 વર્ષ દરમ્યાન મે શું કામગીરી કરી, પ્રજાના ક્યાં-ક્યાં મુખ્ય પ્રશ્નોને પરિણામ સુધી પહાેંચાડવામાં કેટલી કોશીશ કરી એ તમામ કામગીરીનું સરવૈયું છેલ્લા પાંચ વર્ષથી પ્રજાને આપતો રહયો છું, આ બીજા ટર્મના પ્રથમ વર્ષમાં પણ આપી રહયો છું મને આનંદ છે કે દર વર્ષ દરમ્યાન કરેલી કામગીરીનો હિસાબ આપવાની મે શરુ કરેલી પરંપરાને હું નિભાવી શક્યો.
વિતેલા 6 વર્ષમાં અનેક પડકારો સામે આવ્યાં, રોજ ઉઠીને પ્રજાને પીડવતાં કોઈને કોઈ પ્રશ્નો માટે કમર ક્સવી પડી, પ્રજાના સાથ અને સાચી નીતીના કારણે કુદરત તરફથી મળેલી મદદના ફળ સ્વરુપે લોકોને આપેલું વચન નિભાવી શક્યો. વર્ષે-વર્ષે મેં જે કામગીરી કરી તેનો હિસાબ પ્રજાને મેં આપ્યો છે એ રીતે ધારાસભ્ય તરીકેના ર018ના બીજા ટર્મના પ્રથમ વર્ષમાં મેં જે કામગીરી કરી તેનો હિસાબ પણ આજે રજુ કર્યો છે.
ચુંટાયા બાદ મેં એવી જાહેરાત કરી હતી કે જયારે પણ પ્રજા કોઈપણ પ્રશ્નો લઈને મારી પાસે આવશે તો પ્રજાના એ પ્રશ્ન માટે ગમે તેમ કરીને પરિણામ સુધી પહાેંચાડવાનો પ્રયત્ન કરીશ આ વાત ઉપર કાયમ રહયો છું. વિધાનસભામાં બોલવાની વાત હોય કે મહાનગરપાલીકા, તાલુકા કે જીલ્લા પંચાયતને લગતા હોય, કલેકટર કચેરી કે વિજ તંત્રને લગતા પ્રïન હોય મેં પ્રજા માટે મારાથી બનતાં તમામ પ્રયાસો કર્યા છે, પુરી તાકાત સાથે પ્રજાના પ્રશ્નો માટે કોશિષ કરી છે અને આગળના દિવસોમાં પણ જયારે પણ પ્રજા મને કોઈપણ પ્રશ્ન માટે બોલાવશે તો હું ખડે પગે રહેવા પ્રતિબધ્ધ છું. 78 વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ વોર્ડનો સમતોલ વિકાસ થાય એ માટે બાંકડા, ટોયલેટ બોક્સ, સ્લેબ, ટ્રી-ગાર્ડ, ગટરના પાઈપ, ભુર્ગભ ગટરના કામ, બોર-ડંકી, વોટર કુલર, મેટલ-મોરમ, ડસ્ટબીન, સી.સી.રોડ, સી.સી.બ્લોક માટે દોઢ કરોડ અમોને મળતી ગ્રાન્ટ મળી સાથે કુલ 11,80,77,પ૧૦ થી વધુ રુપિયાના વિકાસના કાર્યો માટે ગ્રાન્ટ ફાળવી છે.
આ ઉપરાંત અનુ.જાતીના દાખલા માટે, સરકાર દ્રારા શિષ્યવૃતિ માટે ફોર્મ આવે છે જેમાં ચુંટાયેલા સભ્યની આ ફોર્મમાં સહી કરવાની હોય છે જેમાં શિષ્યવૃતિના ફોર્મ સરકારમાં રજુ થાય છે તેમાં 98% ઉપર ફોર્મમાં સહી કરી મારી જાગૃત ધારાસભ્ય તરીકેની ફરજ બજાવી છે. આજના માેંઘવારીના કાળજાળ યુગમાં સિમિત આવક વચ્ચે સંતાનોને સારું શિક્ષણ આપવું વાલીઆે માટે મોટો પડકાર છે તેમાં ફુલ નહી ને ફુલની પાંખડીના ધ્યેય સાથે 3,પ0,000 નોટબુક વિતરણ કર્યું છે. તો વળી શિક્ષણ સમિતિના પ્રશ્ન સબંધે ર8 પત્ર લખીને પ્રજાને પીડવતાં પ્રશ્નોથી માહીતગાર કરીને પરિણામ મેળવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે.
લોકોને બ્લડ અંગે પડતી મુશ્કેલીઆેને ધ્યાનમાં લઈ વર્ષ દરમ્યાન ર4 રક્તદાન કેમ્પ યોજી રક્તદાન એ મહાદાનના સુત્રને સાથર્ક કરવાનો પ્રયત્ન કરેલ, જી.જી.હોસ્પિટલમાં બ્લડ અંગે પડતી મુશ્કેલીમાં મદદરુપ થવા વષ્ાર્ દરમ્યાન 38ર9 બોટલ બ્લડ કાર્ડ જરુરીયાત મંદને આપેલ છે. તેમજ જી.જી.હોસ્પિટલને લગતાં સીટી સ્કેન અને એમ.આર.આઈ.ના 30ર પત્ર જયારે જામનગરથી સારવાર મેળવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયેલા લોકોની બને એટલી મદદ કરવા 168 પત્ર લખ્યાં છે. આ ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં લોકોને મદદરુપ થવા માટે કાયમી એક વ્યિક્ત રાખેલ છે.
હું મારા મતવિસ્તારની પ્રજાને એવું વચન આપું છું કે જેમ 36પ દિવસ, મારી આેફીસના દરવાજા આપની માટે ખુલ્લા રહયાં છે એવી રીતે આવનારા સમયમાં પણ હંમેશા લોકો માટે મારા દ્રાર ખુલ્લા છે, ખુલ્લા રહેશે. લોકો જયારે પણ મને પોકારશે ત્યારે રાત દિવસ, તડકો-છાયો, ઠંડી, ગરમી, વરસાદ જાેયા વિના એમની સાથે હું ઉભો રહેવા કટીબધ્ધ છું.
મહાનગરપાલીકાને લગત લોકોના પ્રશ્નો નિવારવા માટે દર મહીનાના પહેલા સપ્તાહમાં યોજાતી ફરીયાદ અને સંકલનની બેઠકમાં લોકોને મુંજવતાં 379 પ્રશ્નોને રજુ કરી મહત્વના પ્રશ્નોનો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત જીલ્લા કલેકટર કચેરીને 18 પત્ર, કલેકટર કચેરીની ફરીયાદ સંકલન સમિતિની બેઠકમાં અચુક હાજર રહીને 448 જેટલા પ્રશ્નો રજુ કરી શક્યો છું અને મોટા ભાગના પ્રïનો હલ કરવામાં સફળતા મળી છે.
મેં વર્ષ ર018 દરમ્યાન પ્રજાના પ્રશ્નો જેની ઉચ્ચ સ્તરે રજુઆતો કરવાની હોય તે માટે ગાંધીનગર ખાતે ર13 પત્ર જયારે સ્થાનીક અને પ્રાથમીક પ્રશ્નો માટે જાનમગર મહાનગરપાલીકામાં ર79 પત્ર, એવી જ રીતે આેળખપત્ર અને પ્રમાણપત્ર ર79, જીલ્લા પંચાયતને 7, પી.જી.વી.સી.એલ.ના ર8, મુખ્યમંત્રીશ્રીને 38, વિધાનસભામાં 68 તમામ વિભાગને પત્ર લખીને પ્રશ્નોનો નિવેડો મેળવવા પ્રયત્ન કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીને પ્રજાના 3 ડઝન જેટલા પ્રશ્નો પર પત્રો લખ્યાં છે, પાણી પુરવઠા બોર્ડને પ્રશ્નોથી વાકેફ કર્યા છે.
ધારાસભ્ય તરીકેની કામગીરીની સાથે-સાથે ધામિર્ક અને સામાજીક ફરજ પણ નિભાવવાની કોશીષ કરી છે, ચાર ધામ પૈકીના એક એવા જગત મંદિરના કાળીયા ઠાકોરને ધ્વજા ચડાવવા માટેના ઈચ્છુક લોકોને જરુરી મંજુરી માટે ભલામણ પત્રો લખ્યાં છે, નવરાત્રી મહોત્સમાં માં જગદંબા સ્વરુપે ગરબે રમતી બાળાઆેને પ્રાેત્સાહીત કરવા દર વર્ષની જેમ ગત વર્ષે પણ ર9 હજાર નંગ લ્હાણી વિતરણ કર્યું છે. એ જ રીતે ગણેશ મહોત્સવમાં જુદા-જુદા 384 ગણપતિ મંડળોને સન્માન કરીને તેમને પ્રાેત્સાહન આપી શક્યો છું તેમજ 8000 લોકો મહાપ્રસાદ કરેલ છે.
આ ઉપરાંત દર વર્ષે 78 વિધાનસભા મત વિસ્તારમાં દરેક વોર્ડમાં અલગ-અલગ જગ્યાએ સ્નેહમીલન સાથે લોકમંચ કાર્યક્રમો દરેક વિસ્તારમાં મળી કુલ 16 જગ્યાએ યોજી અંદાજીત 8000 લોકોને મળી તેમના વિસ્તારના પ્રશ્નો જાણી તેમને નિવારવાનો યથાર્થ પ્રયત્નો કરતાં આવ્યાં છીએ અને ગૈારવ સાથે કહીએ છીએ કે તેમાના મોટા ભાગના પ્રશ્નો નિવારવામાં અમોને સફળતા મળેલ છે. આ ઉપરાંત આખા વર્ષ દરમ્યાન ર0,000 (અંદાજીત) લોકો આેફીસે કામ માટે મુલાકાત લે છે જેમના પ્રશ્નો નિવારવાનો અથાર્થ પ્રયત્ન કરેલ છે દિવાળીના ઉજાસના પર્વ દરમ્યાન વૃધ્ધાશ્રમ અને અંધ, અપંગ વિકલાંગો સાથે દિવાળી તથા નવા વર્ષની ઉજવણીની જે તક મળી તેનો એહસાસ અવર્ણનીય રહયો છે.
ધારાસભ્ય તરીકે મને મળતી 1.પ0 કરોડની ગ્રાન્ટમાંથી મારા મત વિસ્તારમાં સી.સી.રોડ, સી.સી.બ્લોક, માટે 10% અમારી ગ્રાન્ટ ર0% જામનગર મહાનગરપાલીકાની ગ્રાન્ટ અને 70% રાજય સરકારની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કર્યા. ટોયલેટ બોક્સ,વોટર કુલર, મેટલ/મોરમ, ડસ્ટબીન, બેન્ચીસ, ટ્રી-ગાર્ડ, ભુર્ગભના પાઈપ ગટર માટે,બોર અને ડંકી વગેરે બનાવી 100% ગ્રાન્ટ પ્રજાલક્ષી કાર્યોમાં વાપરી શકાઈ છે આમ મને મળતી ગ્રાન્ટનો 100 એ 100% ઉપયોગ કર્યા છે જેનો લાભ મારા મત વિસ્તારની પ્રજાને મળેલ છે.
મારા મત વિસ્તારના લોકો વર્ષમાં મેં શું કર્યું તેનાથી માહીતગાર થાય એવા હેતું સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેં મારા કાર્યોનું સરવૈયું આપની સમક્ષ રજુ કર્યું છે. હું સ્પષ્ટ પણે માનું છું કે પ્રજા માટે મેં જે કામ કર્યા, એ તમામ મારી ફરજનો ભાગ છે.
વિતેલા વર્ષમાં મને મારા ભારતીય જનતા પક્ષના તમામ સાથીયો, વડીલો, આગેવાનો, તમામ નગર સેવકો, પ્રતિષ્ટિત લોકો, બુધ્ધીજીવીઆે, સામાજીક શૈક્ષણિક સંસ્થાઆે, પ્રિન્ટ તથા ઈલે. મીડીયાનો પુરતો સાથ-સહકાર મળ્યો છે એ બધાનો હું રુણી છું અને અંતમાં તમામ લોકોને એવી હૈયા ધારણા જ નહી પરંતુ વચન આપું છું કે મારા વિસ્તારના તમામ લોકો માટે મારી આેફીસ અને દિલના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે.
ગઇકાલે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં હકુભા જાડેજાએ પોતાનો વાર્ષિક હિસાબ આપ્યો હતો, આ તકે મેયર હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, સ્ટે. ચેરમેન સુભાષભાઇ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, દંડક જડીબેન સરવૈયા, શહેર ભાજપના મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશભાઇ બાંભણીયા અને વિમલભાઇ કગથરા સહિતના લોકો ઉપિસ્થત રહ્યા હતા, આ ઉપરાંત પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા પણ ઉપિસ્થત હતા.