જામનગર મોર્નિંગ - જામનગર 
ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક ટુ કરીને 300થી વધુ આતંકવાદીઓને ઠાર કરી નાખવાની ખુશીમાં જામનગરના શિખંડ સમ્રાટ નામના મીઠાઈ વિક્રેતા દ્વારા 300 કિલો જેટલા નમો પેંડા બનાવી લોકોનું મીઠું મોઢું કરાવાયું હતું. શિખંડ સમ્રાટ વાળા અજય ચોટાઈ, હિતેશ ચોટાઈ, જુગલ ચોટાઈ અને જીજ્ઞેશ ચોટાઈ દ્વારા નમો પેંડા બનાવી સેન્ટ્રલ બેન્ક રોડ પર નીકળનારા તમામ વાહન ચાલકો ઉપરાંત રાહદારીઓ વગેરે સર્વેને પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું  હતું.