જામનગર મોર્નિંગ - નવી દિલ્હી
મંગળવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી ઠેકાણોને નષ્ટ કર્યા હતા. જેને પગલે સરહદ પર તણાવની સ્થિતિ છે. આ તણાવની વચ્ચે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, અમેરિકા લાદેનને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે. 
અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આજની સ્થિતિમાં બધુ જ સંભવ છે, જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેવી રીતે સમગ્ર દેશ અમારી સાથે છે તેના પરથી લાગે છે કે આવા સમયમાં બધુ જ સંભવ છે. 
નોંધનીય છે કે, બુધવારે પાકિસ્તાની સેનાએ એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેને પગલે ભારતે પાકિસ્તાનની પાંચ ચોકી તોડી પાડી હતી. આ સિવાય ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એફ-16 વિમાનને પણ તોડી પાડ્યું હતું.